BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ : શરદ પુનમની ઊજવણીને લઇને ફાટાતળાવ રાણા પંચ દ્વારા ‘માવા-ઘારી’ બનાવવાનો ધમધમાટ

સમીર પટેલ, ભરૂચ
શરદ પુનમ અને ચંદી પડવાની ઊજવણીનો થનગનાટ

ભક્તેશ્વર હોલ ખાતે ‘માવા-ઘારી’ બનાવવાનો ધમધમાટ

રૂ. 640ના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું થતું વેંચાણ

શરદ પુનમ અને ચંદી પડવાની ઊજવણીના થનગનાટ વચ્ચે પરંપરા મુજબ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત ભક્તેશ્વર હોલ ખાતે ‘માવા-ઘારી’ બનાવવાનો ધમધમાટ જોવા મળ્યો છે. ભારતીય ઉત્સવો અને તેહવારો સાથે ખાણી-પીણીનો વિશેષ મહિમા જોવા મળે છે. ઉત્તારાયણે જેમ ઉધીંયુ-જલેબી. દશેરાએ ફાફડા-જલેબી અને શરદ પુનમે દૂધ-પૌઆ તે જ રીતે ચંદી પડવાની રાત્રીએ ‘માવાઘારી’ આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે. રૂ. 640ના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચમાં સૌથી મોટા પાયે ફાટાતળાવ રાણા પંચ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માવાઘારીનું વેચાણ કરી સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે.

ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે છેલ્લા ઘણા સમયથી રાણા સમાજના આશરે 60 જેટલા સ્વયંસેવક કાર્યકરો શુધ્ધતાથી માવાઘારી બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ભરૂચ ફાટાતળાવ રાણા પંચના પ્રમુખ સનત રાણાના જણાવ્યા અનુસાર, સમાજ ઉત્થાન માટેના આ સેવાકાર્યમાં સમાજના કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. મોંઘવારીના કારણે આ વર્ષે માવાઘારીનો મામુલી ભાવ વધારો કરવો પડ્યો છે.

Back to top button
error: Content is protected !!