BANASKANTHAGUJARATPALANPUR

વડગામતા.ના કુલ 28 ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

15 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા સુભાષભાઈ વ્યાસ

રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024 માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત 15 ઓકટોબર મંગળવારે મામલતદાર K.P. સવઈ ની અધ્યક્ષતા માં તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી ની પ્રેરક ઉપસ્થિતિમાં વડગામ તા. ના પસવાદળ ખાતે 28 ગામનો ત્રીજા તબક્કાનો સેવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તા.સ.ખ-વે.સંઘ વડગામ ચેરમેન KP. ચૌધરી તા.ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, જિ.ઉ.પ્રમુખ પ્રવિણ સિંહ રાણા,એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ બાલકૃષ્ણ જીરાલા, નટવરભાઈ પી.જોષી, રણજીતસિંહ વાઘેલા સહિત જુદા જુદા ગામના સરપંચો, તલાટી કમ મંત્રી, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તલાટી કમ મંત્રી સંજયભાઈ ચૌધરી ગ્રામપંચાયત સભ્યો એ કાયૅક્રમ સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!