અકસ્માત કેસમાં વકીલ અમિત ભાવસારની ધારદાર દલીલોના પગલે અરજદારોને 15.81 લાખનું વળતર ચુકવવા આદેશ

અહેવાલ:- પ્રતિક ભોઈ
અકસ્માત કેસમાં વકીલ અમિત ભાવસારની ધારદાર દલીલોના પગલે અરજદારોને 15.81 લાખનું વળતર ચુકવવા આદેશ
એમએસીટી કેસમાં સાબરકાંઠા ટ્રિબ્યુનલનો આદેશ
એક માર્ગ અકસ્માત વળતરના કેસમાં ડ્રાઈવર, માલીક તથા ફાઈનાન્સ કંપનીને રૂા. ૧૫, ૧૮,૩૦૦/- અંકે રૂપિયા પંદર લાખ અઠાર હજાર ત્રણસો પુરા વળતર અરજ દાખલ કર્યા તારીખથી ૯ % ના વ્યાજ સહીતનું વળતર ચુકવવા સાબરકાંઠા જીલ્લાના માનનીય મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ- ઈડર દ્વારા આદેશ કરાયો હતો.
આ કેસમાં હિંમનગરના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અમિતભાઇ બી. ભાવસારે સમગ્ર કેસમાં ઉપલબ્ધ આધાર અને પુરાવા સાથે જોરદાર દલીલો કરી હતી.જેના આધારે અરજદારેને જંગી વળતર મળ્યું હતું..
કેસની હકીકત એવી છે કે, ગત તા.૩૧-૧૨-૨૦૧૫ ના રોજ સોભાગ નવિનચંદ્ર પરીખ તથા અન્ય મિત્રો સવારના ૬-૧૫ વાગ્યાના અરસામાં રોજની જેમ મોનિંગ વોકીંગ માટે ખેડબ્રહમા થી ગલોડીયા તરફ ચાલતા જતા હતા.
તે દરમ્યાન પાછળથી ખેડબ્રહ્મા તરફથી ગલોડીયા જતાં પટેલ જસુભાઈ માધાભાઈના કુવા નજીક રોડ ઉપર પાછળથી કરણાજી દલાજી રબારી, રહે. સીતલ ચોક ચંદન તલાવડીની બાજુમા,તા.ખેડબ્રહમા, જી.સાબરકાંઠા, મુળ રહે. કીબલા,તા.જસવંતપુરા, જી.જાલોર( રાજસ્થાન)ના તેમના કબજા તથા પ્રભુદાસ મોતીભાઈ રબારી, રહે.૩૬૫, ખેડાસન રબારી વાસ, પો.ખેડાસન, તા.વિજયનગર-૩૮૩૪૯૦, રહે.ખેડબ્રહમા, જી.સાબરકાંઠાની માલીકીની Motorcycle No. GJ-09-CL-2283ની પુરઝડપે, બેદરકારી પૂર્વક વાહન-વ્યવહારના નિયમોનું ઉલ્લધન કરી હંકારી/ચલાવી લાવી મર્હુમને પાછળથી ટકકર મારી ગંભીર અકસ્માત સર્જેલો જેને કારણે મર્હુમ સોભાગ નવિનચંદ્ર પરીખને જીવલેણ ઈજાઓ થયેલ હોઈ સારવાર દરમ્યાન મર્હુમ સોભાગ નવિનચંદ્ર પરીખ અવસાન થવા પામેલ હતા જેના અકસ્માતનું વળતર મેળવવા સારુ સોભાગ નવિનચંદ્ર પરીખના વારસો ઘ્વારા મોટર સાયકલના માલીક તથા ડ્રાઈવર વિરુધ્ધ સાબરકાંઠા જીલ્લાના માનનીય મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ સમક્ષ, મુ.ઈડર સમક્ષ રૂા.૪૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાલી લાસ પુરાનો અકસ્માત વળતરનો દાવો દાખલ કર્યો હતો.
જે કામે ના.કોર્ટ ઘ્વારા માલીક તથા ડ્રાઈવર હાજર થયેલ ત્યાર બાદ માલીક ઘ્વારા ના. ટ્રીબ્યુનલ સમક્ષ જવાબ રજુ કરેલ જેમાં માલીક ઘ્વારા કબુલ કરેલ કે, એલ. એન્ડ ટી.ફાઈનાન્સ કંપનીના ઓથોરાઈઝ રુદ્દા એન્ટરપ્રાઈઝ, મુ.હિંમતનગ૨ (ફેમીલી કેડીટ સોસાયટી, હિંમતનગર) હિંમતનગર શાખામાં હાઈપોથીકેશન થયેલ અને સંડોવાયેલા Motorcycle No. GJ-09-CL-2283 ની વિમો સાથેની તમામ જવાબદારી એલ.એન્ડ ટી ફાઈનાન્સ કંપનીના નેજા હેઠળ ચાલતી ફેમીલી ક્રેડીટ સોસાયટી, હિંમતનગરનાએ વિમો લીધેલ હોઈ જે હકીકત રેકર્ડ ઉપર આવતાની સાથે અરજદારના એડવોકેટશ્રી અમિત ભાવસાર દ્વારા ના.ટ્રીબ્યુનલ સમક્ષ સદરહુ અકસ્માતમાં સંડોવાયેલ Motorcycle No. GJ-09-CL-2283 એલ એન્ડ ટી ફાઈનાન્સ કંપનીના ઓથોરાઈઝ, રુદ્દા એન્ટરપ્રાઈઝ,૧૩૨,પહેલા માળે,સન કોમ્પલેક્ષ, નવજીવન હોટલ પાછળ, મોતીપુરા સર્કલ, હિંમતનગર (ફેમીલી કેડીટ સોસાયટી,હિંમતનગર) નાઓને પક્ષકાર જોડવા જરુરી કાર્યવાહી કરી
ના.ટ્રીબ્યુનલ સમક્ષ દલીલો ઘ્વારા રજુઆત કરેલ કે, અકસ્માતમાં સંડોવાયેલ Motorcycle No. GJ-09-CL-2283ની વીમા સહિતની તમામ જવાબદારી ફાઈનાન્સ કંપનીની હોય જેથી ફાઈનાન્સ કંપનીને જોડવામાં ન આવે તો મર્હુમ સોભાગભાઈના વારસોને નાણાંથી પણ ભરપાઈ ન થઈ શકે તેવું પારાવાર નુકસાન થાય તેમ જેથી અમિત ભાવસાર, એડવોકેટની રજુઆતને ગ્રાહય રાખી સદરહું ના.ટ્રીબ્યુનલ ઘ્વારા એલ.એન્ડ ટી.ફાઈનાન્સ કંપનીને જોડતો હુકમ કર્યા બાદ અરજદાર તરફે પુરાવા તેમજ અમિત ભાવસાર, એડવોકેટશ્રીની ઘ્વારા નામદાર વડીઅદાલતના ચુકાદા તેમજ દલીલના કામે ના.ટ્રીબ્યુનલ સમક્ષ અકસ્માતમાં સંડોવાયેલ વાહનના ડ્રાયવર પાસે ડ્રાઈવીંગ લાયસન્સ ન હોવા છતાં માલીક ઘ્વારા મોટર સાઈકલ તેવી વ્યકિતને આપેલ
જેના કારણે હાલનો જીવલેણ અકસ્માતમાં મહુમનું અવસાન થયેલ હોય જે અંગે સમાજમાં દાખલો બેસતો હુકમ ફરમાવવા રજુઆત કરેલ જે જીલ્લાના માનનીય મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ સમક્ષ,મુ.ઈડરના ઘ્વારા ગ્રાહય રાખી ગત તા.૯-૧૦-૨૦૨૪ના રોજ Motorcycle No. GJ-09-CL-2283। (१) ડ્રાઇવ કરણાજી દલાજી રબારી, (૨)માલીક:-પ્રભુદાસ મોતીભાઈ રબારી તેમજ (૩)ફાઈનાન્સઃ- એન્ડ ટી ફાઈનાન્સ કંપનીને મહુમના વારસોને સયુંકત રીતે રૂા. ૧૫,૧૮,૩૦૦/-અંકે રૂપિયા પંદર લાખ અઠાર હજાર ત્રણસો પુરા વળતર અરજ કર્યા તારીખથી ૯ % વ્યાજ સહીત ચુકવવાનો આદેશ કર્યો હતો.
એટલું જ નહી વધુમાં ના. ટ્રીબ્યુનલ ઘ્વારા એવો પણ આદેશ કરેલ કે, એલ.એન્ડ ટી.ફાઈનાન્સ કંપનીના ઓથોરાઈઝ રુદ્દા એન્ટરપ્રાઈઝ, મુ.હિંમતનગર(ફેમીલી ક્રેડીટ સોસાયટી, હિંમતનગર) ઘ્વારા પ્રથમ ના. ટ્રીબ્યુનલ સમક્ષ એવોર્ડ મુજબની રકમ જમા કરાવી ત્યાર બાદ સદરહું રકમ અકસ્માતમાં સંડોવાયેલ વાહન માલીક પાસેથી મેળવવા સારુ કાર્યવાહી કરી શકશે. આમ અમિતભાઇ ભાવસાર જેવા એક સારા અને પ્રખર ધારાશાસ્ત્રીને કારણ અરજદારની જીત થઇ છે.


