વિજાપુર લાડોલ ગામે ટી સ્ટોલ ઉપર અચાનક આગ લાગતાં અફડા તફડી મચી ગ્રામ પંચાયત તંત્રને જાણ કરતા આગ ઓલવાઈ
ટી સ્ટોલ ને માથે આવેલ ઘાત ટળી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામે ચોક મા આવેલ ટી સ્ટોલ મા અચાનક આગ લાગતાં ગોટે ગોટા નીકળ્યા હતા. આગ ના બનાવ ને પગલે નાસ ભાગ મચી જવા પામી હતી. ટી સ્ટોલ મા લાગેલી આગ આસપાસ ના દુકાનો સુધી પોહચે તે પહેલાં ગ્રામ પંચાયત ના અને તંત્ર એ સમય સૂચકતા વાપરતા સત્વરે પાણી ભરેલું ટ્રેકટર લાવી આગ ઓલવવા નો પ્રયાસ કર્યો હતો. જોકે આગ વિકરાળ સ્વરૂપ પકડે તે પહેલાં તંત્ર દ્વારા કાબૂ મેળવ્યો હતો. આ અંગે મળતી લાડોલ ગામના ચોક મા આવેલ પાર્લર પાસે રમીલા બેન પટેલ નામના મહીલા પોતાનો ટી સ્ટોલ ચલાવે ગેસ ની સગડી ચાલુ કરવા જતાં એકાએક આગ લાગી હતી. જોકે આગ વિકરાળ બને તે પહેલાં સ્થળ ઉપરથી ખસી જતાં તેઓનો બચાવ થયો હતો આગ ના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રેકટર મા પાણી ની ટાંકી લાવી ફુવારો છોડી ને આગ ઓલવવા માં આવી હતી જોકે ટી સ્ટોલ અને પાર્લર ને નુકશાન સિવાય અન્ય કોઈ વધુ નુકશાન ની હકીકત સામે આવી નથી