
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નવસારીનાં પ્રવાસીઓ મારૂતિ એક્સએલ કાર.ન.જી.જે.21.સી.ઈ.2394માં સવાર થઈ સાપુતારા જઈ રહ્યા હતા.તે વેળાએ વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં વઘઇ બોટનીકલ ગાર્ડન પાસે કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડમાં આવેલ વાંસનાં ઝાડી ઝાંખરામાં ઘુસી જઈ પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારમાં સવાર પ્રવાસીઓને નજીવી ઇજાઓ પોહચતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.જ્યારે કારને જંગી નુકસાન થયુ હતુ..




