વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગની વનવાસી વિકાસ મંડળ વઘઇ સંચાલિત આશ્રમશાળા ઝાવડાના શિક્ષક દિપકસિંહ રાઠોડ કે જેવો સૌ પ્રથમ ગલકુંડ આશ્રમશાળા ખાતે ૪ વર્ષ ત્યાર બાદ વઘઇ તાલુકાની ઝાવડા આશ્રમશાળામાં શિક્ષક તરીકે ૧૯ વર્ષની સેવા પુર્ણ કરી સરકારના નિયમોનુસાર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં હોય તેમનો વિદાય સમારોહ મંડળના પ્રમુખ મહેરનોશ ભાઈ મિરઝાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શાળામાં આયોજિત આ વિદાય સમારોહમાં મંડળના કર્મચારીઓ, મંડળ સંચાલિત આશ્રમશાળાના આચાર્યો, અન્ય સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો, આશ્રમશાળાના શિક્ષકો, આશ્રમશાળાના કર્મચારીઓ, મંડળ સંચાલિત હાઈસ્કુલોના શિક્ષકો સહિત ગામના આગેવાનોએ શાલ ઓઢાડીને સ્વાગત કરી શ્રીફળ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. દિપકભાઈ રાઠોડના સેવાના સંસ્મરણોના પ્રતિક રૂપે મહેમાનોએ અલગ અલગ મોમેન્ટો ભેટમાં પણ આપી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત શિક્ષક દિપકભાઈ રાઠોડ તેમના નિવૃત્તિ પછીનું જીવન સુખ, શાંતિ અને આરોગ્યપ્રદ બની રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી.મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહી વિદાય સમારોહમાં જોડાયા હતા..