BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય,વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગમાં વાલી પરિસંવાદ (મીટીંગ) યોજવામાં આવેલ

16 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો સુભાષભાઈ વ્યાસ

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગમાં તા-૧૫ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ વાલી મીટીંગ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમને શોભાવવા માટે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી, શિક્ષણ સમિતિના સભ્યશ્રી ખુમજીભાઈ ચૌધરી, સભ્યશ્રી નારાયણભાઈ ચૌધરી, આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી દિનેશભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય મહાનુભાવોએ ‘કેળવે તે કેળવણી’ અને વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળાની સાથે વાલીની ભૂમિકા વિશે પ્રેરણાદાયી પ્રવચન આપ્યાં હતાં. આ પ્રસંગે શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ્ હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યાં હતાં.આમ પૂર્વ પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતિ શાન્તાબેનના માર્ગદર્શન નીચે અને સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.

Back to top button
error: Content is protected !!