વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના પ્રથમસત્ર દરમિયાન “બેગ લેસ ડે’ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે 5 દિવસ બેગ લેસ ડે’ તરીકે ઉજ્વવામાં આવ્યા. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ તથા શિક્ષકો ચાંદનીબેન, હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ બાબતની ધ્યાન રાખવું જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખેરગામના પત્રકાર (રિપોર્ટર)દિપકભાઈ પટેલ દ્વારા પત્રકારનું શું કામ હોય છે ક્યાંથી સમાચાર મળે છે લોકોની સમસ્યા માટે શું કરવું પડતું હોય છે સરકાર સુધી અવાજ કેવી રીતના પહોંચે છે જેની પૂરેપૂરી માહિતી આપી હતી,આ ઉપરાંત શાળામાંથી બાળકોને બહાર લઈ જઈ બહારની જે પ્રવૃત્તિઓ હોય તેની મુલાકાત કરાવી હતી જેમાં વાડી ખેતરની તથા ખેડૂત દરજી ઉદ્યોગ સ્પીકરની કંપનીમાં છોકરાઓ રૂબરૂ મુલાકાત કરી અને કઈ રીતે કામ કરી શકાય જેની પૂછપરછ મુલાકાત દરમિયાન કરી હતી આ 5 દિવસ બેગલેસ ડે’ માં બાળકો નાના. મોટા વ્યવસાય પ્રત્યે માન- લાગણી તેમજ તેમાં થતી મહેનતની કદર કરતા શીખ્યા તેમના આત્મવિશ્વાસ અવલોકન શક્તિ વ્યવસાય પ્રત્યે ઈમાનદારી સમયની કિંમત સમજ મેળવી જોખમ કઈ રીતે ઉઠાવવો વગેરે નો વિકાસ થયો હતો અને સમજ મેળવી હતી