BHARUCHGUJARAT

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ રેસ્ટોરન્ટમાં અત્યંત ઝેરી ગણાતો 5 ફૂટ લાંબો કોબ્રા સાપ નિકળ્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના અંકલેશ્વર-વાલિયા રોડ પર પેટ્રોલપંપ સામે આવેલ રેસ્ટોરન્ટમાંથી જીવદયા પ્રેમીએ અત્યંત ઝેરી કોબ્રા સાપને પકડી પાડ્યો હતો.
ચોમાસામાં સરિસૃપ જમીનનની બહાર આવી જતા જોય છે ત્યારે ગતરોજ મોડી રાતે અંકલેશ્વરમાં વાલિયા માર્ગ પર જલારામ પેટ્રોલપંપ સામે આવેલ રેસ્ટોરન્ટમાં સાપ નીકળ્યો હતો. સાપને જોતા જ રેસ્ટોરન્ટમાં જમવા આવેલ ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો. રેસ્ટોરન્ટ સંચાલકે આ અંગેની જાણ જીવદયા પ્રેમીઓને કરતા તેઓ દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 5 ફૂટ લાંબા કોબ્રા સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી. અત્યંત ઝેરી ગણાતો કોબ્રા સાપ રેસ્ટોરન્ટમાંથી મળતા ફફળાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!