CHHOTA UDAIPURNASAVADI
નસવાડી તાલુકાના લાવકોઈ ગામે 10 માં તબક્કાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો.

મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને આદિવાસી વિસ્તારમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ ગરીબ લોકો માટે અમલમાં મૂકી છે જ્યારે યોજનાનો લાભ લેવા માટે ગરીબ પ્રજાને તાલુકા મથક ઉપર આવવું પડતું હતું અને તાલુકાની મુખ્ય કચેરી ઉપર ધરમ ધક્કા ખાવા પડતા હતા જેને લઇને સરકારે ગામોનું જૂથ બનાવીને સેવા સેતુ કાર્યક્રમ ગામડામાં રાખવામાં આવે છે જ્યારે 10 માં તબક્કાનો બીજો નો સેવા સેતુ કાર્યક્રમ લાવાકોઈ ગામે હનુમાન મંદિરે ધારાસભ્ય અભેસિંગ તડવી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ સેવા સેતુ કાર્યક્ર્મ માં 94 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે સેવા સેતુ નાં કાર્યક્ર્મ વિવિધ વિભાગોના અધિકારીઓ પણ પહોંચ્યા હતા જેમાં રેશન કાર્ડ,આધાર કાર્ડ, આરોગ્ય વિભાગ, પીએમ કિશાન, આયુષમાન કાર્ડ, જેવા અનેક પ્રશ્નોનો સ્થળ નિકાલ કર્યો હતો આ કાર્યક્ર્મ માં ધારાસભ્ય અભેસિંગ તડવી,તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ,પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઇ ભીલ,તલાટી હાજર રહ્યા હતા.





