BANASKANTHAGUJARATPALANPUR

લાભ ઇવેન્ટ્સ દ્વારા અનાથ બાળકોના લાભાર્થે શરદોત્સવ કાર્યક્રમનું  જગાણા રાજવી ફાર્મ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું 

જગાણા હાઇવે રાજવી ફાર્મ ખાતે ગરબા નાઈટમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી

16 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

પાલનપુર તાલુકાના જગાણા હાઇવે રાજવી ફાર્મ ખાતે અનાથ બાળકોના લાભાર્થે લાભ ઇવેન્ટ્સ તેમજ સમગ્ર ટીમ દ્વારા ગરબા નાઈટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત આયોજકો અને ખેલૈયાઓ માતાજીની મહાઆરતી ઉતારી કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું લાભ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ અનાથ બાળકોના લાભાર્થી હોઇ કાર્યક્રમમાં શ્રીમતી લક્ષ્મીબેન કરેણ, શ્રીફલજીભાઇ ચૌધરી, જૈન શ્રેષ્ઠીઓ શ્રી વસંતભાઈ શાહ, શ્રીપાલભાઈ શાહ તથા શ્રીમતી કોકીલાબેન શાહ , રતીભાઇ લોહ, મોતીભાઈ જુઆ,ભેમજીભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આ ગરબા નાઈટમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી મનમૂકીને મોડીરાત સુધી રમઝટનો આનંદ માણ્યો હતો. આ રાસ ગરબામાં અનાથ બાળકો ટ્રેડીશનલ ડ્રેસ પહેરી ગરબામાં જોડાયા હતા. આવનાર તમામ અનાથ બાળકોનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અને ભેટ અર્પણ કરી હતી. લાભ ઇવેન્ટ્સના મુખ્ય સંચાલક રાજુભાઈ જેગોડાએ જણાવ્યું હતું કે આ શરોદોઉત્સવ નું આયોજન માં બાપ વગરના નિરાધાર બોળકો માટે કરાયું છે. જેની તમામ આવક અને દાતાઓ તરફથી મળેલ દાનની રકમ આ નિરાધાર અનાથ બાળકોના ભવિષ્ય પાછળ ખર્ચ કરવામાં આવશે. લાભગ્રુપ અનાથ બાળકોના વ્હારે આવી લોકોમાં માનવસેવાનો દાખલો બેસાડ્યો છે. આ સમગ્ર સફળ કાર્યક્રમનું સંચાલન લાભ ગ્રુપના મુખ્ય સંચાલક જગાણા ના રહેવાસી રાજુભાઈ જેગોડા રાજવી ફાર્મ હાઉસ, તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને રાજવી ફાર્મ હાઉસ ખાતે લોકોની ભીડ જોવા મળી હતી. સુંદર મજાનું પાર્કિંગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે આ સંપૂર્ણ કાર્યક્રમ સંચાલન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!