AHAVADANG

ડાંગ જિલ્લાની યુવતીનું બંધ થયેલ સિમકાર્ડ અન્યના નામે ઇસ્યુ થતા 2.67 લાખની છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં વાહુટીયા ગામની લેબ ટેક્નિશિયન યુવતીએ  BSNL કંપનીનો સીમકાર્ડ ઉપયોગમાં લેવાનું બંધ કરેલ હતુ.જે બાદ સેલ્યુલર કંપની દ્વારા આ સિમકાર્ડ હરપ્રીતસિંઘનાં નામે ઇસ્યુ કરવામાં આવ્યો હતો.જોકે યુવતીએ આ જ સીમ કાર્ડનો નંબર બેન્ક એકાઉન્ટ સાથે જોઈન્ટ કરેલ હોય ત્યારે અન્યનાં નામ ઇસ્યુ થતા તેના દ્વારા આ યુવતીનાં એકાઉન્ટમાંથી 2.67 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અને યુવતી સાથે છેતરપિંડી કરી હતી જે બાદ સમગ્ર મામલો આહવા સાઈબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં વાહુટીયા ગામ ખાતે રહેતી રેશમાબેન શિવદાસભાઈ પવાર જે છેલ્લા છ વર્ષથી સુરત ખાતે લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે.અને તેમણે પોતાના આહવા શાખાનાં  બેન્ક ઓફ બરોડાનાં એકાઉન્ટમાં પોતાનો એક BSNLનો મોબાઇલ નંબર જોઈન્ટ કરાવ્યો હતો.જોકે છેલ્લા ચારેક મહિનાથી તેણીએ BSNLનાં મોબાઈલ કાર્ડમાં રિચાર્જ કરાવ્યુ ન હતુ.અને તે સીમ કાર્ડ ઉપયોગમાં લેવાનું પણ બંધ કરી દીધુ હતુ.જે દરમિયાન સેલ્યુલર કંપની દ્વારા આ સિમકાર્ડ કોઈ હરપ્રીતસિંઘ નામક વ્યક્તિના નામ પર ઇસ્યુ કરવામાં આવ્યો હતો.જોકે આ યુવતીના બેન્ક એકાઉન્ટ સાથે આ મોબાઈલ નંબર લીંક હોવાની જાણકારી આ અજાણ્યા વ્યક્તિને થતા તેને દૂર ઉપયોગ કરીને અલગ અલગ ટ્રાન્સજેક્શન કરવામાં આવ્યા હતા.અને અંદાજે 2.67 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આમ ઓનલાઇન યુવતી સાથે સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો.જે બાદ યુવતીએ આહવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે આ સાયબર ફ્રોડ અંગેનો ગુનો નોંધાવ્યો હતો.ત્યારે આહવા સાઈબર ક્રાઈમ વિભાગનાં પી.આઈ.વી.કે.ગઢવી આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!