ANANDUMRETH

ઓડ ઇમરજન્સી ૧૦૮ના પાઇલોટ સ્ટીફનભાઈ તથા ઈ.એમ.ટી મહેશભાઈ રોહિતની બિરદાવવા લાયક કામગીરી.

મહિલાને પ્રસૃતિની વધુ પીડા થતાં ઇમરજન્સી ૧૦૮ના કર્મચારીઓએ રસ્તામાં જ સફળ ડિલિવરી કરાવી મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

આજ રોજ ખાનકૂવા ગામની એક મહિલાને પ્રસૃતીનો દુખાવો ઉપડતાં તત્કાલ સારવાર થાય તે અર્થે દર્દીના પરિવારજનો એ ઇમરજન્સી ૧૦૮ માં કોલ કર્યો હતો અને તત્કાલ થોડાક મિનિટો માં ઓડ ઇમરજન્સી ૧૦૮ ના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને મહિલા ને ઇમરજન્સી ૧૦૮ એમબ્યુલન્સમાં બેસાડી ને આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે રવાના થયા હતા.દર્દીને પ્રસૃતીની અસહ્ય પીડા થવાના કારણે ૧૦૮ ઇમરજન્સીના ઈ.એમ.ટી મહેશભાઈ રોહિત દ્વારા મહિલાની રસ્તામાં જ ડિલિવરી કરાવવામાં આવી અને મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો .વધુમાં મહેશભાઈ રોહિત જણાવતા હતા કે સોનોગ્રાફી રિપોર્ટ મુજબ મહિલાના પેટમાં એક બાળક ઊંધું ફરી ગયું હતું જેથી મહિલાની સારવાર કરવી ખૂબ જ ચિંતાજનક હતી છતાં મહિલાના પ્રસૃતીના દુખાવાને ધ્યાને લઇને અમોએ મહિલાની રસ્તામાં જ સફળ ડિલિવરી કરાવી અને હાલ બંને બાળકો અને તેની માતાની તબિયત તંદુરસ્ત છે અને હાલ આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે
આમ ઇમરજન્સી ૧૦૮ ના કર્મચારી મહેશભાઈ રોહિત અને પાઇલોટ સ્ટીફનભાઈની આ કામગીરી બિરદાવવા લાયક છે.

 

Back to top button
error: Content is protected !!