GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:દિવાળી ફટાકડા સ્ટોલ માટે અરજીની મુદત પૂર્ણ! જિલ્લામાં કુલ ૮૦અરજી આવી! ગયાં વર્ષ કરતા અરજી ઘટી!

MORBI:દિવાળી ફટાકડા સ્ટોલ માટે અરજીની મુદત પૂર્ણ! જિલ્લામાં કુલ ૮૦અરજી આવી! ગયાં વર્ષ કરતા અરજી ઘટી!

 

 

ચાલુ વર્ષે ફટાકડા સ્ટોલના એનઓસી ટ્રાફિક સહિતના વિભાગની મંજુરીના નિયમ કડક બનતા અરજી ઘટ્યાનું અનુમાન,

નવરાત્રી પર્વ પૂર્ણ થતા મોરબીની બજારમાં ધીમે ધીમે દિવાળી ની રોનક દેખાવવા લાગી છે. એક તરફ શહેરમાં રોશનીની ચમક દમક દેખાવવા લગી છે. તો બીજી તરફ ફટાકડાના સ્ટોલ લાગવાની પણ શરુઆત થવા લાગી છે. આ વર્ષે મોરબી જિલ્લામાં ૮૦ જેટલા હંગામી લાયસન્સ માટે અરજી આવી છે. ગયાં વર્ષ કરતા તેમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ અગ્નિ કાંડ બાદ તંત્ર દ્વારા ફાયર એન ઓ સી માટે નિયમની અમલવારી કડક બનાવતા સ્ટોલ ધારકોએ ઓછો રસ દાખવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. દિવાળી પર્વને હવે માત્ર ૧૫ દિવસ નો સમય બાકી છે, મોરબી શહેરના માર્ગો પર ધીમે ધીમે ફટાકડાના સ્ટોલ લગાવવી શરુઆત થવા લાગી છે. ચાલુ વર્ષે મોરબી શહેર અને જિલ્લામાં દિવાળી દરમિયાન ફટાકડા સ્ટોલ માટે હંગામી લાયસન્સ માટે વહીવટી તંત્ર દ્વારા અરજી મગાવવામાં આવી હતી. જેની ગત તારીખ ૧૫/- ના રોજ મુદત પૂર્ણ થઇ ગઈ છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ૮૦ જેટલી જ અરજીઓ આવી છે. જેમાં મોરબી અને ટંકારા તાલુકા માટે ૩૭ અરજી આવી છે. તો વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તાર માટે ૩૮ અરજીઓ મળી હતી આ ઉપરાંત હળવદ તાલુકા માટે ૫ અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટ ટી આર.પી ગેમ ઝોનની દુર્ઘટના બાદથી રાજ્યમાં ફાયર પ્રિવેન્સનથી લઇ અન્ય નિયમની કડક અમલવારી શરુ થવાને કારણે વેપારીઓને અલગ અલગ પ્રકાર ના પ્રમાણપત્ર અને બાંહેધરી પત્રક સહિતની કામગીરી માટે ખર્ચ વધી જતો હોવાથી આ વર્ષે અરજીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયાં વર્ષે મોરબી જિલ્લામાંથી ફટાકડા સ્ટોલના હંગામી લાયસન્સ માટે નેવું થી વધુ અરજી મળી હતી આ વર્ષે તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને આજ સુધીમાં કુલ એંસી અરજી જ મળી છે હાલ તંત્ર દ્વારા તમામ અરજીની સ્ક્રુટીની કરવામાં આવી રહી છે અને તેમાંથી કેટલા અરજદારોને લાયસન્સ મળે છે તે જોવાનું રહ્યું.
હંગામી લાયસન્સ માટે ટેમ્પરરી એન ઓ સી આપવામાં આવશે, દિવાળી દરમિયાન ફટાકડા વેચાણ અંગે હંગામી લાયસન્સ માટે આવેલી અરજીઓ માંથી પ્રાંત કચેરીથી અમને ફાયર ચકાસણી માટે સુચના આપવામાં આવી છે હાલ જે અરજી આવી છે જેની ચકાસણી ચાલુ કરી છે ફાયર સાધનો લગાવવા અને ભીડ ભાડ જગ્યા થી દુર હોવા સહિતના સુરક્ષિત રીતે સ્ટોલ હશે તેમજ જરૂરી નિયમ નું પાલન થતું હશે તેવા અરજદારોને ટેમ્પરરી એન ઓ સી આપવમાં આવશે તેમ ફાયર ઓફિસર દેવેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!