
વિજાપુર વસઇ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સમિતિ ની બેઠક મળી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઇ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કારોબારી સમિતી ની બેઠક મળી હતી. જેમાં જીલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરત ભાઇ પટેલ ની અધ્યક્ષતા મા આરોગ્યના પ્રશ્ને અને વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ ના મુદ્દે ડોકટરો અને સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવા મા આવી હતી. આ બેઠક મા હેલ્થ અધિકારી ચેતન ભાઈ પ્રજાપતિ એ જીલ્લા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે આરોગ્ય ના વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા આવતા દર્દી ઓ ને સારી સુવિધા મળી રહે તેમજ આરોગ્ય ની વિવિધ યોજના ઓ જેવી કે જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ..આભા કાર્ડ .નમો શ્રી યોજના નિશ્ચય પોષણ સહાય યોજના..વેક્ટર બોર્ન તથા બાળકો ની જેમાં બાળ સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક મા જીલ્લા પંચાયત ના સભ્ય તેમજ આરોગ્ય કારોબારી સમિતિ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



