BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી મંદિર ખાતે ૩ ઓકટોબરથી પ્રારંભ થયેલ અષ્ટ ગંધયાત્રાનું સમાપન કરવામાં આવેલ

17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસે શ્રી વિદ્યામાં વર્ણિત અષ્ટગંધ યાત્રાનો જય ભોલે ગ્રુપ દ્વારા પ્રારંભ કરાયો હતો. આ યાત્રા થકી શાસ્ત્રોમાં ઉલ્લેખિત અષ્ટગંધ અંબાજી થી શરૂ કરીને ગુજરાતના સુપ્રસિદ્ધ ૧૧ મંદિરોમાં અર્પણ કરવામાં આવેલ જેમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પ્રેરિત આ યાત્રામાં જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ અને તેમના ગ્રુપ દ્વારા નવરાત્રીના દરેક દિવસે એક અત્તરનું બોક્સ ટોટલ ૧૧ જેટલા વિવિધ મંદિરોમાં અર્પણ કરવામાં આવ્યા હતા અને અનોખી રીતે માતાજીની ભક્તિ કરવામાં આવી હતી. સતત ૧૧ દિવસ સુધી ગુજરાતના વિવિધ ૧૧ મંદિરમાં આ યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રામાં માર્ગદર્શન આપનાર અને સહયોગ આપનાર તમામ મંદિરના મહારાજ – ટ્રસ્ટીશ્રીઓ- તેમજ વિશેષશ્રી ભાવનગર સાહેબ – જામનગરના જામ સાહેબ દ્વારા વિશેષ આવકાર આપવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ચાચર ચોક ખાતેથી આરંભ કરાયેલ યાત્રાને પવિત્ર શારદીય નવરાત્રી નિમિત્તે પૂર્ણ કરાઈ હતી. માહિતી બ્યુરો પાલનપુર ના અહેવાલ મુજબ

 

Back to top button
error: Content is protected !!