શરદપુર્ણિમાની સંધ્યાએ વેદિક મંત્રોચાર અને શાસ્ત્રોકતવિધિ સાથે ગુરુમહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીજી અને મહંત સ્વામીશ્રી દેવપ્રસાદ દાસ સ્વામીના હસ્તે ગુરુકુલ શિલાન્યાસ કરાયો*
*
***
સમીર પટેલ, ભરૂચ
*ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી અને ઈશ્વરસિંહ પટેલ સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતી રહી*
***
ભરૂચ – ગુરુવાર – શરદપુર્ણિમાની સંધ્યાએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની ૬૦ નૂતન શાખાનું સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ ભવ્ય હરિકૃષ્ણ ધામ ભૂમિ પૂજનનો શિલાન્યાસ સમારોહ કાર્યક્રમ શ્રી ગુરુવર્યશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામીશ્રી દેવપ્રસાદદાસ સ્વામી, ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં વૈદિક મંત્રોચાર અને શાસ્ત્રોકતવિધિ પ્રમાણે ભૂમિ – પૂજન કરવામાં આવ્યું હતુ.
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ઉપક્રમે ભારત, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લેટિન અમેરિકા, કેનેડા આફિકાના દેશોમાં ૫૫ જેટલા ગુરુકુલો કાર્યરત છે ત્યારે ભરૂચ ખાતે ૬૦મી નૂતન શાખાનો શિલાન્યાસ કરાયો હતો. આ સ્વામિનારાયણ સંપ્રદાય ધાર્મિક સામાજિક અને શૈક્ષણિકપ્રવૃત્તિઓથી સમાજમાં માનવ ઘડતર માટે ખૂબ મોટું પ્રદાન આપી વિશ્વને ગુરુકુલ સંસ્કૃતિની ભેટ આપી રહી છે.
આ શુભ પ્રસંગે, ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, અંક્લેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લાના વિવિઘ ક્ષેત્રના પ્રતિનિધીઓ, સમાજના અગ્રણીઓ, અંકલેશ્વર મામલતદારશ્રી કરણસિંહ રાજપૂત, પરમ પૂજ્ય મહંત સ્વામીશ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, નીલકંઠધામના નિર્માતા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, મહંત સ્વામીઓ, હરી ભક્તો, વગેરે હાજર રહ્યાં હતા.
***