હાલોલ-ફતેપૂરી ગામે પરણિતાએ જીવન ટૂકાવી લેતા પંથકમા ચકચાર,પોલીસે તપાસ હાથ ધરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૧૦.૨૦૨૪
હાલોલ તાલુકાના કણજરી ગામના પેટા ફળિયા ફતેપુરી માં પરણાવેલી સાથરોટા ગામની પરિણીતા એ અગમ્ય કારણોસર રાત્રે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા તેના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. હાલોલ રૂરલ પોલીસને પરિણીતા ના સસરા દ્વારા બનાવ ની જાણ કરતા હાલોલ પોલીસ સાથે હાલોલ ડીવાયએસપી વી.જે.રાઠોડ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતદેહ નું પેનલ પીએમ કરાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.હાલોલ તાલુકાના સાથરોટા ગામ ના કાનજીભાઈ કનુભાઈ રાઠોડ ની દીકરી પાયલ ના લગ્ન અઢી વર્ષ પહેલા કણજરી ગામના પેટા ફળિયા ફતેપુરી ગામના ભગવાનસિંહ ચૌહાણ ના દીકરા પ્રકાશ સાથે થયા હતા. સુખી દામ્પત્ય જીવન ના અઢી વર્ષ વીતવા છતાં પાયલ ને માતૃત્વ ધારણ કરવાનું સુખ મળ્યું ન હતું. પ્રકાશ હાલોલ ની પીડબલ્યુડી પંચાયત ની કચેરી માં આઉટસોર્સ થી પટાવાળા ની કામગીરી કરતો હતો.ગત રાત્રે ભગવાનસિંહ ના પરિવારના સભ્યો સુઈ ગયા પછી વહેલી સવારે પાયલ ઉઠી હતી અને દાતાન પાણી કરી ઘરની પાછળ ના ભાગે આવેલી પતરાની અડારી ની એંગલ ઉપર નાયલોન ની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હોવાની હકીકત પાયલ ના પિતા ને જણાવવમાં આવી હતી, સવારે ભગવાનસિંહે ફોન કરી પાયલ ના પિતા કાનજીભાઈ ને તમારી દીકરી નું મૃત્યુ થયું છે તેમ જણાવતા કાનજીભાઈ દીકરી ની સાસરી માં ફતેપુરી દોડી ગયા હતા.પાયલ ના મૃયદેહ ને નીચે ઉતારી ને મુકવામાં આવેલો જોઈ તેના પિતા ત્યાં જ ભાંગી પડ્યા હતા. અને હાલોલ ટાઉન પોલીસમાં આ સમગ્ર બાબતે જાણ કરવા જતા પોલીસે સાસરી પક્ષના લોકોને પણ બોલાવ્યા હતા અને મૃતક પાયલના સસરાની જાણવાજોગ ફરિયાદ લીધી હતી, અને મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી તેનું પેનલ પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી છે.







