
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપી હતી.જે સૂચનાનાં અન્વયે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના નીફાડ પોલીસ મથકનો છેલ્લા 4 વર્ષથી ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને કોટમદર ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી.જે બાતમીના આધારે સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના નીફાડ પોલીસ મથકનો છેલ્લા 4 વર્ષથી ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી લીલાધર ઉર્ફે બાબાજી બાબુરાવ પવાર ( રહે. કોટમદર તા.આહવા જી.ડાંગ ) આરોપી માટે પોલીસે વોચ ગોઠવી હતી.અને કોટમદર ખાતેથી આ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.તેમજ આરોપીની અટકાયત કરીને તેને હસ્તગત કરીને મહારાષ્ટ્રનાં નીફાડ પોલીસને સોંપવામાં આવેલ છે..




