દાહોદ બ્રહમાકુમારીઝ દ્રારા શરદાપુનમ પુનમ થી થયેલ આનંદ ઉલ્લાસ થી ઉજવણી

તા.૧૮.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ. બ્રહમાકુમારીઝ દાહોદ દ્વારા રામજી મંદિર દાહોદ અને રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ના મુખ્ય મહેમાન પદે બ્રહમાકુમારીઝ દાહોદ ખાતે શરદાપુનમ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે દાહોદ કેન્દ્ર ના મુખ્ય સંચાલિકા બ્રહમાકુમારી કપિલા દીદી તથા બ્રહમાકુમારી ના ભાઈ બહેનો દ્વારા શ્રી જગદીશદાસજી મહારાજ નુ શાલ.પુષ્પ ગુચ્છ તથા સ્મૃતિ ચિન્હ આપી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ કાયૅક્રમ મા રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ ડો.નરેશ ચાવડા તથા રામાનંદ પાકૅ ના રમેશભાઈ પંચાલ વિ નુ પણ સ્વાગત સન્માન બ્રહમાકુમારી દ્વારા કરવામાં આવ્યું હતુ
મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા શરદોત્સવ ને લઈ ને વિવિધ ઉદાહરણ આપી પ્રેરક ઉદબોધન કરયુ હતુ આ કાયૅક્રમ મા ઉપસ્થિત બ્રહમાકુમારી ના ભાઈઓ તથા બહેનો શ્રી જગદીશદાસજી મહારાજશ્રી દ્વારા કરવામાં આવેલ પ્રવચન સાભંળી ધન્યતા અનુભવી હતો
કાયૅક્રમ નુ સંચાલન બ્રહમાકુમાર લક્ષમણભાઈ એ કરયુ હતુ
બ્રહમાકુમારી ભાઇઓ તથા બહેનો ઓ આનંદ અને ઉલ્લાસ થી ગરબા રમી દુધ પૌવા નો પ્રસાદ લઈ આનંદીત થયા હતા



