
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

આ બેઠકમા આહવા ખાતે આવેલ મહાત્મા ગાંધી ઉદ્યાનને અપગ્રેડ કરવા, તેમજ આહવાના તળાવ અને સનસેટ પોઇન્ટને અપગ્રેડ કરી બ્યુટિફિકેશન માટે, જિલ્લા પ્રવાસન સમિતિના સભ્ય તેમજ વિધાનસભાનાં નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે રજુઆત કરી હતી.
આ ઉપરાંત ગિરિમથક સાપુતારા ખાતે આવેલ જાહેર જગ્યાઓ, સરકારી બિલ્ડિંગો અને સાપુતારા-માલેગામના ભયજનક વળાંકોમાં પોલ લાઇટ સાથે સોલાર પેનલ લગાવવા શ્રી વિજયભાઇ પટેલે ચર્ચા કરી હતી.
આ સાથે જ સાપુતારા ખાતે આવેલ ડુંગરો પર બારેમાસ રહેતા વૃક્ષોના વાવેતર માટે સીડ બોલથી વાવેતર કરવુ તેમજ સાપુતારામા બંધ એડવેન્ચર એક્ટીવીટીઓ ચાલુ કરી વઘુને વઘુ પ્રવાસીઓને આકર્ષવા અંગેની દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતુ. આ ઉપરાંત ધાર્મિક સ્થળો કનસરર્યા ગઢ, બીલમાળ તુલસીગઢમા પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લામાં પ્રવાસનના વિકાસ બાબતે ગુજરાત પ્રવાસન નિગમ સ્થાનિક વહિવટી તંત્રના સંકલનમાં રહી કામ કરે તે અનિવાર્ય છે. તેમ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે જણાવ્યું હતુ. સાથે જ પ્રજાહિતે જિલ્લાના પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતુ.
મહાલ કેમ્પ સાઇટ, ગીરમાળ ગીરીધોધ જેવા વન વિભાગના પ્રવાસન સ્થળોના વિકાસ બાબતે જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, દક્ષિણ નાયબ વન સંરક્ષક શ્રી રવી પ્રસાદ, ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, સાપુતારા નોટીફાઇ એરિયાના ઇન્ચાર્જ ચિફ ઓફિસર વ પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલીયા, કાર્યપાલક ઇજનેર શ્રી એમ.આર.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, સાપુતારા હોટેલ એસોશિયેશનના પ્રમુખ શ્રી તુકારામ કર્ડીલે સહિતના સભ્યો ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.




