ભરૂચના જબુંસર-બાયપાસ ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ટેન્કરમાં આગ લાગતા માર્ગ પર અફરાતફરીનો માહોલ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના જબુંસર ઓવર બ્રિજ પર દહેજથી આવતા ડીઝલ ટેન્કરમાં આગ લાગતા માર્ગ પર અફરાતફરીનો માહોલ છવાયો હતો.આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગ્રેડના લાશ્કરો દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ છે.
ભરૂચમાં બે દિવસ પહેલાં જ નેશનલ હાઈવે નંબર 48 પર HCL એસિડ ભેરલા ટેન્કરમાં આગ લાગી હતી. ફાયર ટેન્ડરોએ પાંચથી છ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જ્યારે 18 મી ઓકટોબરના સાંજના સમયે દહેજ તરફથી ભરૂચ તરફ આવી રહેલા ડિઝલ ભરેલા ટેન્કરમાં જંબુસર ફ્લાય ઓવર બ્રિજ પર અચાનક આગ લાગતા હાઈવે પર અફરા તફરીનો માહોલ છવાયો હતો.ઘટનાની.જાણ થતાં જ બી ડીવીઝન પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી વાહનવ્યવહાર બંધ કરી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.
આગની જાણ થતાં જ ફાયર ઓફીસર ચીરાગ ગઢવીની સાથે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના બે વોટર બાઉઝર અને એક GNFCના ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ દોડી આવી સળગી રહેલા ડિઝલ ટેન્કરમાં લાગેલી આગ ઓલવવાની મસક્તમાં લાગ્યા હતા.ત્રણેય ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનમાં કોઈ પણ જાનહાનિ નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.પરતું સાંજનો સમય હોય કંપનીમાંથી કામદારોને પરત લઈને આવેલી લકઝરી બસો ટ્રાફીકમાં ફસાતા લોકોને ભારે તકલીફો વેઠવી પડી હતી.




