WANKANER:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા એનડીપીએસના ગુનામાં ૨ વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો
WANKANER:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા એનડીપીએસના ગુનામાં ૨ વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ઝડપાયો
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઢુંવા ગામ નજીક આવેલ સીરામીક ફેક્ટરીમાંથી ઝડપી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.
મોરબી એલસીબી/પેરોલ સ્ક્વોડ પોલીસ ટીમ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સયુંકતમાં બાતમી મળી કે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એકટ કલમ હેઠળના ગુનામાં નાસતો ફરતો આરોપી પારસ ગોપીલાલ ગુર્જર રહે.રાજસેટી (રાજસ્થાન) વાળો હાલ ઢુવા પાસે આવેલ મીલેનીયમ સીરામીક તા.વાંકાનેર ખાતે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત જગ્યાએ તપાસ કરતા છેલ્લા ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી પારસમલ ગોપીલાલ ગુર્જર ઉવ.૪૭ રહે.રાછેટી કા ખેડા તા.આમેટ જી.રાજસમદ (રાજસ્થાન) વાળાને ઢુવા પાસે આવેલ મીલેનીયમ સીરામીકના કારખાનામાંથી પકડી પાડી હસ્તગત કરી ઘટીત કાયદેસરની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોપી આપેલ છે.