MORBI:મોરબીના માધાપર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીના જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા

MORBI:મોરબીના માધાપર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીના જુગાર રમતાં પાંચ ઇસમો ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માધાપર શેરી નં.૧૫ ના નાકે જાહેરમાં ગોળ કુંડાળું કરી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા બિપીનભાઈ અંબાલાલભાઈ જાલરીયા ઉવ.૫૬ રહે.મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ સામે તુલસીકુંજ એપાર્ટમેન્ટ, રમેશભાઈ ખોડાભાઈ પરસાડીયા ઉવ.૫૫ રહે.મોરબી માધાપર શેરી નં.૧૭, કિશોરભાઈ મોહનભાઈ કાથરાણી ઉવ.૫૫ રહે.સર્વોદય પાર્ક મોરબી, ઈન્દુભાઈ સવજીભાઈ લાઘણોજા ઉવ.૭૪ રહે.રવાપર-ઘુનડા રોડ રંગધરતી એપાર્ટમેન્ટ તથા પંકજભાઈ હસમુખભાઈ લાઘણૉજા ઉવ.૩૨ રહે.મોરબી માધાપર શેરી નં.૧૬ વાળાને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૨,૭૫૦/- કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.










