GUJARATMEHSANAVADNAGAR

વડનગર તાલુકાના શાહપુર વડ ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝની તાલીમ યોજાઈ

રાસાયણિક ખેતી મુક્ત કરી પ્રાકૃતિક અપનાવી.

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વડનગર

વડનગર તાલુકાના શાહપુર વડ ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝની તાલીમ યોજાઇ હતી. જેમાં સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો બહેનોને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને બીજામૃત વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ પણ સમજાવવામાં આવી હતી. શાહપુર (વડ) ગામમાં પ્રાકૃતિક ખેતીની ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત શાહપુર (વડ) ગ્રામસેવક શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર દ્વારા ગામના ખેડૂતો પશુપાલકો મહિલાઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું અને આવતા સમયમાં રાસાયણિક ખેતી મુક્ત કરી પ્રાકૃતિક ખેતી અપનાવવી એવું આહવાન કરવામાં આવ્યું હતુ.

આ સાથે સાથે પ્રાકૃતિક ખેતીના મહત્વના ચાર પાયાઓ જેવા કે જીવામૃત બીજામૃત ઘન જીવામૃત નિમસ્ત્ર જેવી વગેરે માહિતી આપવામાં આવી અપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!