GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પરણીતાના હિતમાં 181 ટીમએ મહાત કરી અંધશ્રદ્ધાને

 

અંધશ્રદ્ધામાં ગળાડુબ સાસરી પક્ષનું કુશળ કાઉન્સલિંગ કરી પરિણીતાનું સાસરીમાં પુન: સ્થાપન કરાવતી ટીમ અભયમ
આજરોજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાનો 181 પર કોલ આવે છે કે મારા સાસરી વાળા મને ઘરમાં આવવાની મનાઈ કરે છે અને મારી બે નાની દીકરીઓનો મોઢું જોવા દેતા નથી માટે મદદની જરૂર છે..
ત્યારબાદ 181 ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ સહિતના પીડિત મહિલા સુધી પહોંચેલ અને જાણ્યું તો મહિલા બે દિવસથી તેમની સાસરીમાં જવાનો પ્રયત્ન કરતા હોય, પરંતુ તેમની સાસરીવાળા ઘરમાં આવવાની મનાઈ કરતા હોય માટે પરિણીતાએ તેમની સાસરીથી નજીક તેમના ફઈ નું ઘર હોય ત્યાં રોકાણ કર્યું હતું મહિલાએ જણાવેલ કે તેઓ સાસરી પક્ષના માનસિક ત્રાસથી કંટાળી પાંચ દિવસ પહેલા પિયર જતા રહેલ હોય પરંતુ પરિણીતા તેમની બે નાની દીકરીઓને તેમની સાસરી પક્ષ પાસે છોડી ગયા હોય અને દીકરીઓ વગર રહી ના શકતા બે દિવસથી તેમની સાસરીમાં જવાનો પ્રયત્ન કરતા હોય પરંતુ આજ રોજ સહનશીલતાની હદ થતાં 181 અભયમ નો સહારો લીધો. ત્યારબાદ 181 ટીમ દ્વારા મહિલાના સાસરી માં સાસુ સસરા અને પતિનું કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેમના ઘરે તેમની કુળદેવીના નૈવેધ હોય જેની વિધિ ચાલુ હોય તે દરમિયાન તેમના વહુના પિતાનો ફોન આવતા તેમના વહુ આ વિધિ અધવચ્ચેથી છોડી તેમના માતા-પિતાના કહેવાથી પિયર જવા રવાના થયેલ આથી તેમના કુળદેવીનો અપમાન કર્યું હોય માટે તેઓ તેમના વહુ માતા-પિતાના કહેવાથી જતા રહેલ હોય આથી તેમના વહુના માતા પિતા અહીંયા આવી તેમની કુળદેવી પાસે માફી માંગે તો જ અમે અમારી વહુને ઘરમાં આવવા દેશું તે ઉપરાંત અમારી વહુએ અમારી કુળદેવી પાસે તેમના માતા પિતા પાસે ન જવાનું વચન બંધાવવું પડશે.. ટીમ દ્વારા મહિલાના સાસરીપક્ષની આ બધી બાબત સાંભળ્યા પછી સાસરી પક્ષનું કાઉન્સિલિંગ કરેલ, કાયદા વિશે જાણકારી આપી કાયદાની સમજ આપેલ તે છતાં મહિલાના સાસરી પક્ષ સમજવા તેમજ મહિલાને સ્વીકારવા તૈયાર નહોતા માટે ટીમ દ્વારા સાસરી પક્ષનું કુશળ કાઉન્સિલિંગ અને નૈતિક ફરજ સમજાવી સલાહ સૂચના આપેલ આમ અંતે ટીમ દ્વારા ઘણી મથામણ બાદ મહિલાના પતિ અને સાસુ સસરાને અભયમ ની વાત ગળે ઉતરી અને મહિલાને સ્વીકારવા તેમજ હવે પછી કોઈપણ પ્રકારે ત્રાસ આપશે નહી એની ખાતરી આપી, આમ મહિલાને તેમની સાસરીમાં ફરી પુનઃસ્થાપન કરાવ્યું અને મહિલાએ પણ ટીમ અભયમ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો…

__________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!