
વિજાપુર પોલીસે કાર ના ટાયરો ચોરીઓ કરતા ડીસા ના બે યુવકો ને આનંદપુરા ચોકડી પાસેથી ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્થાનીક પોલીસ તાલુકામાં વધી રહેલ ચોરીઓ તેમજ વાહનો ના સાધનો ની ચોરીઓના બનાવો અટકાવવા માટે આનંદપુરા ચોકડી પાસે પીએસઆઇ એ આર બારીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયરાજ સિંહ સહિત પેટ્રોલીંગ મા હતા.તે દરમ્યાન એક શંકાસ્પદ ઈકો કાર જેની અધકચરી નંબર પ્લેટ હોવાથી તેને અટકાવી બેઠેલા બે યુવકોની પૂછપરછ કરતાં તેઓએ તેમનું નામ રીકેશ સિંહ જાદવ તેમજ નારાયણ સિંહ ચૌહાણ જણાવ્યું હતુ. ઈકો કાર મા સાધન સામગ્રી જોતા વધુ પૂછતાછ કરતા તેઓની પાસેથી રાત્રીના વાહનો ટાયરો અને બે બેટરી ચોરીની કબૂલાત કરી હતી પોલીસે બંને યુવકો પાસેથી 14 જેટલા ટાયરો અને ઇડર ખેડબ્રહ્મા વચ્ચે કાર માથી ચોરી થયેલ બે બેટરીઓ કુલ રૂપિયા 22,400/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને ની અટકાયત કરી પી એસ આઈ એ આર બારીયા એ વિજાપુર વિસનગર તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મા ઈડર વચ્ચે વાહનો ના ટાયરો બેટરીઓની થયેલ ચોરીની નો ભેદ ઉકેલ્યો હતો.


