GWIL ના જનરલ મૅનેજરને 20% આપો અને કોન્ટ્રાકટ લઈ જાવો ની ચોંકાવનારી માહિતી ખાસ સૂત્રોનાં હવાલેથી મળી.
મોરબીમાં GWIL ની વોટર લાઈનમાં મહિને પંદર સો થી લઈને દોઢ લાખ સુધીના ઊઘરાના કરતા હોવાની માહિતી,
સંપૂર્ણ તપાસ એન્ટી કરપ્શન બ્યુરોને શોપવામાં આવે તો કેટલાય રૂપિયાનું ભોપાળુ સામે આવી શકે તેમ છે.
મોરબી:GWIL ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પરંતુ આમાં ભ્રષ્ટાચાર ને રોકવા માટેની કોઈ લિમિટ નથી.સૂત્રો પાસેથી વાતસ્યલ્મ ન્યૂઝને મળેલ ખાસ વિગતો ખૂબ જ ચોંકાવનારી છે.આવું મસમોટું ભ્રષ્ટાચાર કરવા માટેનું મેનેજમેન્ટ તો GWIL મોરબીનાં જનરલ મૅનેજર જ ગોઠવી શકે.
જાણવા મળતી વિગતો માહિતી મુજબ મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા પાણીની પાઇપ લાઈનમાંથી ગેરકાયદેસર પાણી કનેક્શન આપવા માટે લાખો કરોડા ઉઘરાના કરવામાં આવી રહ્યા છે. ઊઘરાના નું લિસ્ટ જોઈએ તો પંદર સો થી દોઢ લાખ સુધીના ઊઘરાના કરવામાં આવી રહ્યા છે. તેમજ મોરબી જનરલ મેનેજર ને 20% આપે એટલે કોન્ટ્રાકટ આસાનીથી મળી જતો હોવાની ચોંકાવનારી માહિતી પણ મળી રહી છે. કોન્ટ્રાક્ટ મેળવવા માટે તેમજ કોન્ટ્રાકટર ના બિલ પાસ કરવા માટેની રકમ પણ જનરલ મેનજર તેમની પત્નીના ખાતા મેળવતા હોવાની ખાસ માહિતી પણ સૂત્રો દ્વારા અમને મળી હતી.
GWIL ગુજરાત વૉટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ના નામે ગુજરાત સરકાર લોકોની સુખાકારી એ માટે કરોડો રૂપિયા ખર્ચે શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઉભું કર્યું છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ એમાં પણ પોતાની રીતે ભ્રષ્ટાચાર કરવાનો કોઈ ને કોઈ રસ્તો શોધી લાવતા હોઈ છે.
GWIL મોરબી સબ ડિવિઝનના મેનેજર ખૂબ ઉધરાણું કરવા માટે માણસો ને મોકલી લખોના ઊઘરાના કરાવતા હોવાની ચોંકાવનારી માહિતી સૂત્રોના હવાલે અમને મળી રહી છે.ત્યારે જોવાની રહ્યું કે આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર કોઈ તપાસ કરી ભ્રષ્ટાચાર આચરનાર જનરલ મેનેજર વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ?