GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ટીમે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ પ્રીમિયર લીગ 2024 જીતી

MORBI:મોરબીની ટીમે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ પ્રીમિયર લીગ 2024 જીતી

 

 

દિલ્હી NCRમાં આયોજિત પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્ટર DWPS ક્રિકેટ લીગ 2024 માં ભાગ લઈ મોરબી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની ટીમે ફાઈનલ મેચમાં નોઈડાની ટીમને 7 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું.
એવોર્ડ વિતરણ સમારોહમાં ટ્રોફી આપતી વખતે ભારત સરકારના પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે પ્રિન્સીપાલ સીમા જાડેજા, હેડ કોચ ડો.અલી ખાન અને વિજેતા મોરબીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


એવોર્ડ વિતરણ સમારોહમાં દિલ્હી વર્લ્ડ ફેડરેશનના સેક્રેટરી શ્રી ફરીદ, ડાયરેક્ટર શ્રી વોલ્ટર, ફાઉન્ડેશનના પ્રભારી સાહિલ મિર્ઝા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ટુર્નામેન્ટમાં મોરબીની ટીમના અંશ ભાકરને મેન ઓફ ધ સિરીઝ, જયવીર ઝાલાને બેસ્ટ બોલર ક્રિષ્ના ભોરણીયા અને ઝિલ કાનાણીને ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો.આ ટુર્નામેન્ટમાં આઠ અલગ-અલગ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!