વિજાપુર રણસીપુર ગામે ૨૭ ગામ કડવા પાટીદાર સમાજ મહીલા ઉત્કર્ષ સમિતિ દ્વારા મહિલા મેડીકલ કેમ્પ અને મહીલા સંમેલન યોજાયો

વિજાપુર રણસીપુર ગામે ૨૭ ગામ કડવા પાટીદાર સમાજ મહીલા ઉત્કર્ષ સમિતિ દ્વારા મહિલા મેડીકલ કેમ્પ અને મહીલા સંમેલન યોજાયો
સમાજ માં લગ્ન મા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસન મુક્તિ ના શપથ લેવડાવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રણસીપુર ગામની વાડી મા ૨૭ ગામ કાંઠા કડવા પાટીદાર સમાજ ની મહીલા ઉત્કર્ષ સમિતિ દ્વારા મહિલા મેડીકલ કેમ્પ અને મહીલા સંમેલન યોજાયો હતો. જેમાં 400 જેટલી મહિલાઓનું મેડીકલ ચેકઅપ કરવા મા આવ્યું હતુ જ્યારે સંમેલન મા 500 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમ મા નૂતન મેડિકલ કોલેજ ના સહકાર થી કેમ્પ ગાયનેક ડોકટર સહિત મેડિકલ ડોકટરો એ સેવાઓ આપી હતી. જેમાં કેન્સર ની તપાસ હાર્ટ ફેફસાં સહિત ની સમસ્યા ની તપાસ કરવા મા આવી હતી. આ કાર્યક્રમ મા ૨૭ ગામ કાંઠા સમાજ ના પ્રમુખ સુરેશ ભાઈ ડાહ્યા ભાઇ પટેલ ઊપસ્થિત રહ્યા હતા. તેઓ એ સમાજ મા દીકરા દીકરી એક સામાન રાખી બાળકો મા શિક્ષણ ઉપર આપવા માટે ભાર મૂક્યો હતો વ્યસન મુક્તિ તેમજ લગ્ન મા ખોટા ખર્ચા નહિ કરવા માટે સમાજ લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. મહીલા ઉત્કર્ષ સમિતિ ના પ્રમુખ ડોકટર રેખા બેન પટેલે મહીલા ઉત્કર્ષ અને મહીલા વિકાસ અને મહીલા સશકિત કરણ ના મુદ્દે ચર્ચા કરી હતી. આ મહિલા અગ્રણી રાગિણી બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ મા મહિલાઓ અને સમાજ ના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



