
વિજાપુર પોલીસ મથકના પીઆઈ વનરાજ સિંહ ચાવડા ની ભાવભીની વિદાય નવા આવેલ પીઆઈ ડી આર રાવ આગામી દિવસોમાં ચાર્જ લેશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ મથકના પીઆઈ વનરાજસિંહ ચાવડા ની સાંથલ પોલીસ મથકે બદલી કરવા મા આવતા તેઓનો વિદાય સભારંભ યોજાયો હતો. પોલીસ અધિકારી તરીકે તાલુકામાં એક ઉમદા અધિકારી તરીકે ફરજ બજાવી છે. ગુનાખોરી ડામવા માટે તેઓએ કઠણ નિર્ણય પણ લીધા હતા. દારૂ જુગાર જેવા બદીઓ નાથવા માટે સરસ પ્રયાસ કર્યા હતા. છેલ્લે તેઓને વિદાય આપતા પોલીસ કર્મચારી ઓ તેમજ ઉપસ્થિત લોકો ભાવ વિભોર બન્યા હતા. અને ગુલાબ ના ફૂલો ની વર્ષા કરી વિદાય આપવા મા આવી હતી. જોકે નવા પીઆઈ તરીકે મૂકવા મા આવેલ અધિકારી ડી આર રાવ આગામી દિવસો મા ચાર્જ લેશે જેની રાહ જોવાઇ રહી છે.





