181 અભયમ ટીમએ તરૂણીને અજુગતા પગલાથી અટકાવી

જાગૃત નાગરિક દ્વારા 181 અભય મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે 17 વર્ષની તરુણી આત્મહત્યાનો પ્રયાસ કરતી હોય તેથી મદદની જરૂર છે.
જાગૃત નાગરિકનો કોલ આવતાની સાથે તાત્કાલિક રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનની 181 મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર રૂચિતા મકવાણા, કોન્સ્ટેબલ વિલાસબેન તથા પાયલોટ ભાનુબેન ઘટના સ્થળ પર દોડી ગયા હતા
ઘટના સ્થળ પર પહોંચી કોલ કરનાર જાગૃત રીક્ષા ચાલકની પૂછપરછ કરતા રિક્ષામાં બેઠેલી સગીરા આપઘાત કરવા જઈ રહી હોવાની શંકા જતા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગી હોવાનું જણાવેલ બાદમાં સગીરા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે તેઓ બિહારના વતની છે અને અહીંયા એક વર્ષથી મમ્મી પપ્પા સાથે કામ કરવા માટે આવેલ છે. રાજકોટમાં રહેતા તેના જ ગામના એક યુવાન સાથે છેલ્લા ત્રણ મહિનાથી પ્રેમ સંબંધ હોય અને હવે તે યુવક તેને રાખવાની ના પાડી ઝઘડો કરતો હોય તેથી યુવતીને દિલ પર લાગી આવતા ઘરેથી કીધા વગર નીકળી આપઘાત કરવા જતી હોવાનું જણાવેલ. 181 ની ટીમ દ્વારા સગીરાનુ કાઉન્સેલિંગ કરી આપઘાતના વિચારમાંથી વિમુક્ત કરી તેના ઘરે લઈ ગયા હતા અને પરિવારને સગીરાનું ધ્યાન રાખવા સમજણ આપી હતી. અને સગીરાના પ્રેમીને સગીરાના ઘરે બોલાવી સમજણ આપતા બંનેએ પ્રેમથી સબંધ ટૂંકાવી લેવા સહમતિ દર્શાવી હતી ઘરેથી નીકળી ગયેલી સગીરાને હેમખેમ ઘેર પહોંચાડનાર 181 મહિલા હેલ્પલાઇનનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો
___________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






