GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

હાલારના ભાજપ પ્રમુખોનું સુસંકલન-સંવાદિતતા-પ્રચાર પ્રસંશનીય

 

સદસ્યતા અભિયાન એટલે “ઉત્સવ” પરીવારનો વ્યાપ વધારવાનો

હાલારના સાંસદ પ્રેરણા બન્યા તો સૌ આગેવાનો,હોદેદારો,કાર્યકર્તાઓનો જુસ્સો બેવડાયો

જેમ સુશાસન હોય છે તેમ સુસંગઠન,સુસંકલન,સુસંવાદિતતાનું એટલું જ મહત્વ હોય છે

સૌ ને સાથે લઇ ચાલવું…..એ બોલવું સહેલું છે…..તેનો અમલ કરી મૂક પ્રગતિ કરવી અઘરી છે..તે બાબતે ખરા અર્થમાં પ્રગતિ કરનાર જામનગર શહેર ભાજપ પ્રમુખ અને જામનગર જીલ્લા ભાજપ પ્રમુખની સફળતા નક્કર છે

જામનગર (ભરત ભોગાયતા)

 

મુળ મજબૂત હોય તો વૃક્ષ ફુલે ફાલે પરંતુ અમુક વરસે મુળીયા પણ હચમચી જતા હોય ત્યારે એ મુળીયા ફરી મજબૂત કરી વૃક્ષને વધુ હરીયાળુ કરવુ એ નવા વૃક્ષારોપણની સાપેક્ષમાં કપરૂ છે એ વૃક્ષનું જતન કેવી રીતે થાય છે તેના ઉપર ઘણો મદાર હોય છે.

સંગઠન કઇક એવી જ બાબત છે એવુ નથી કે છ વરસે સદસ્યતા અભિયાન આવે ત્યારે જ દોડવુ,સંગઠન ને સુસંગઠન બનાવવા શારિરીક તો ખરૂ માનસીક રીતે પણ અવિરત દોડવુ જ પડે છે કેમકે પ્રથમ તો કસોટીઓ વારંવાર આવે , વિચારધારાથી જોડાયેલા છીએ તેમ કહેનારાઓ પણ મત મતાંતર ઉભા કરે…….વગેરે ઘણુ બધુ જોઇ જાણી ઉપલુ નેતૃત્વ અને જવાબદારી જે હોય તે વિભાગનુ નેતૃત્વ કરવુ તેમાં સુસંકલનની જરૂર પડે છે રાષ્ટ્ર પ્રથમ ,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,અંત્યોદય……આ બધુ જીવવુ પડે છે…..આવા અનેક સ્તર સુપેરે પસાર કરનાર સંગઠનના પ્રમુખ હોય છે અને તેવા જ જામનગર શહેર ભાજપ સંગઠન પ્રમુખ વિમલભાઇ કગથરા તેવાજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા છે જેઓએ સંગઠનને દાખલારૂપ બનાવ્યુ છે

મહાનગર સંગઠન, તેની જરૂરીયાત, તેમાં જિજ્ઞાસાઓ, તેમાં સૌ ના પ્રશ્ર્નો,તેના જન પ્રતિનિધીઓની ખૂબીઓ અને કવાયતો,તેના કાર્યક્રમો ….. વગેરે ઘણું શિક્ષણ અને જાગૃતિ તેમજ ક્યારેક માન સન્માનની ગુંચવણ વચ્ચે પણ સંગઠન સુસંગઠન બનતુ હોય છે કેમકે તે માટે પ્રમુખના પોતાના સિદ્ધાંતો,પોતાની વિનમ્રતા,પોતાનું શિક્ષણ,પોતાની જવાબદારીઓ,સૌ નેતા ગણ રૂપી પક્ષના મઘમઘતા પ્રતિનિધીઓને જોડી સરસ માળા ગુંથવી,કોઇ અસંતોષ ડામવો નહી બલ્કે ઉકેલ લાવવો …….વગેરે કસોટીમાંથી વારંવાર પસાર થવુ પડે છે…..આ દરેક બાબતો વચ્ચે પણ એકદમ સરળતા અને શાંતિ સાથેનું વ્યક્તિત્વ તે પણ યુવાન વયમાં અઘરૂ છે તે વિમલભાઇએ સરળ રીતે સિદ્ધ કર્યુ છે તેમણે પુર્વ પ્રમુખો પાસેથી પણ સદગુણો સ્વીકાર્યા છે તેમને પક્ષના સંગઠનના વડીલો ના માર્ગદર્શનને પણ માન આપ્યુ છે તેમને જન પ્રતિનિધીઓને પુરતુ સન્માન આપ્યુ છે ઉપરાંત યોગ્ય દિશામાં દોડતા રહેવાની વિમલભાઇની આવડત એ કેળવવાની સાથે વારસાગત પણ છે.

વળી હાલનો યુગ પ્રચાર પ્રસારનો છે માધ્યમોમાં સતત પક્ષના કાર્યક્રમો ચમકતા રહે તેવી વ્યવસ્થા કરવાનો આ યુગ છે ત્યારે આ માટે મીડીયા સાથે સુસંકલન કરવુ પડે અને તે કરવા પક્ષના કોઇ ધીર ગંભીર તેમજ સંવાદીતતા સાધી શકે સમાનતા સાથે સંવાદ સાધતા રહે તેવા નીવડેવા જોઇએ સદનસીબે વિમલભાઇ તેવી શોધમાં સફળ રહ્યા અને મીડીયાની જવાબદારી સેલ ના અગ્રણીને આપ્યા બાદ તેમને ફ્રી હેન્ડ આપવા સાથે સાથે ઓવરઓલ જવાબદારી પોતાની છે તે હંમેશા ધ્યાનમાં રાખી દરેક વખતે પ્રેસનોટ થી માંડી પ્રેસમીલન-સંપર્ક-સંવાદીતતા વગેરે જાતે પણ કરીને તેમનામાથી તે લગત જવાબદાર પ્રમુખના વ્યવહાર જોઇ ને જ શીખી જાય તેવી પદ્ધતિ વિમલભાઇએ વિકસાવી છે તેમજ પ્રચાર પ્રસાર નો જાતે અભ્યાસ પણ કરતા રહે છે. કામ લેનાર અને કામકરનાર બંને વચ્ચે સંવાદીતતા હોય એટલે કામ દીપી ઉઠે અને આ જ વાત મીડીયા સંબંધી ક્ષેત્રમાં શહેર ભાજપમાં જોવા મળે છે આમેય સમય મુજબ સફળ મીડીયા મેનેજમેન્ટ એટલે સંગઠનની પચાસ ટકા જવાબદારી ગણાય છે નહી તો શું થાય કે જુદા સૂર નીકળે તો એકંદર બધુ જ બેસૂરૂ થઇ જાય પરંતુ આ મેનેજ કરવાની સિદ્ધી શહેર ભાજપ પ્રમુખએ હાંસલ કરી છે.પ્રસિદ્ધ થતી પ્રેસનોટો સુચારૂ પ્રસિદ્ધ થતી રહે તે તો ખરૂ જ સાથે સાથે સંગઠનના અનેકના સંપર્ક સંબંધ મીડીયા સાથે હોય છે જન પ્રતિનિધીઓના મીડીયા સાથે સંપર્ક હોય છે ત્યારે આ વ્યાપક સંપર્કો થી  મીડીયાની બહોળી જાણ  વચ્ચે પણ  જે કંઇ પક્ષને નુકસાન કરતા બાબત હોય તેવી બાબતો ,સંગઠન ને નુકસાન કરતા હોય તેવી બાબતો, કોઇ વાત નું વતેસર વગેરે બાબતો,  પક્ષ માટે,પક્ષના કોઇ નેતા કે આગેવાન માટે નુકસાન કરનાર  અમુક બાબત સહિત આવુ નુકસાન કરનાર ઘણું ય અપ્રસિદ્ધ રહે તે મહેનત અને કવાયત પણ પોતાના સ્પષ્ટ વ્યક્તિત્વ અને વ્યવહારથી અને પ્રભાવથી મેનેજ કરવી પડે છે જે માટેની વિમલભાઇની મોટે ભાગે સફળતા રહી છે અને તેમના માર્ગદર્શનમાં મીડીયા સેલની જહેમત પ્રસંશનીય છે કેમકે પ્રેસનોટ કદાચ દરરોજ રીલીઝ ન કરવાની હોય પરંતુ રેપો કાયમ જાળવવો પડે છે.
હાલ સદસ્યતા અભિયાન ચાલે છે તેમાં પણ શહેત ભાજપની ધીમી પરંતુ મક્કમ ગતિ લક્ષ્યાંક તરફ પ્રગતિ કૂચ નો શ્રેય પણ પ્રમુખ વિમલભાઇના શીરે છે

બીજી અગત્યની બાબત એ પણ છે કે જ્યારે પક્ષની જ સતા હોય ત્યારે સતાધારી વિભાગ અને સંગઠન વિભાગ બંને સાથે સંકલન સાધવુ પડે છે તે પણ શહેર સંગઠન સુપેરે નિભાવી શકે છે તેમજ ખૂબ હળવાશથી પરંતુ અસરકારક રીતે પક્ષની શિસ્તતાના દર્શન કરાવે છે

(બાકી ક્યાંક ક્યાંક જિલ્લામાં કોઇકોઇ પોતાને સંગઠન કરતા મહાન માની પોતાનીમરજી મુજબ દોડતા હોય છે…..પરંતુ જેમને સંગઠનને પરીવાર ગણી પોતે ભલે “મોટા” હોય છતા માનમર્યાદા અને શિસ્તનો સમન્વય સાધ્યો છે તેઓ લાંબો સમય સફળ થતા રહ્યા છે બાકી આપેક્ષા આકાંક્ષા બધા ને હોય પરંતુ તેની મર્યાદા ન ઓળંગાય અને બધુ માપ માં હોય તો દીપી ઉઠે અને આર્થીક ઉપાર્જન પણ સુચારૂ રહે…..નહીતર પક્ષ જાણતો હોય પબ્લીક પણ જાણતી હોય અને પોતે એમ માને કે મને કોઇ જોતુ નથી…..તેવા “મોટા”ઓ લાંબો સમય અછાના નથી રહેતા…..વાત એ છે કે સંગઠન પ્રમુખે આવુ બધુ સમુ નમુ કરવુ પડે છે જો કે સદનસીબે જામનગર મહાનગર જામનગર જિલ્લો ગ્રામ્ય સંગઠનમાં આવી કોય જટીલ બાબતો બનતી નથી અને સૌ સંગઠનને માન આપે છે તે જામનગર શહેરમાં અને જિલ્લામાં  ભાજપ પક્ષની સિદ્ધી છે)

આ બધા જ મુદા ઉપરાંત પક્ષ પ્રમુખે તેમના સંગઠન ના હોદેદારો ,કારોબારી સભ્યો,તાલુકા,મંડલ,વોર્ડ,બુથ વગેરે પ્રમુખો,પ્રભારીઓ, નાના મોટા દરેક  કાર્યકર્તાઓ સાથે સુસંકલન ,સુસંવાદીતતા સાધવાની હોય છે ત્યારે સંગઠન સુસંગઠન બને છે અને પક્ષ પ્રમુખના માર્ગદર્શન પ્રેરણા જુસ્સા પીઠબળ ઉત્સાહ વગેરે થી જ આ સૌ પક્ષના કામ માટે દોડતા હોય છે તેમજ પક્ષની એક પ્રતિભા ઉપસાવતા હોય છે ત્યારે જામનગર મહાનગર અને જામનગર જિલ્લાના પક્ષના હોદેદારો જનપ્રતિનિધીઓ આગેવાનો બહોળી સંખ્યાના કાર્યકર્તાઓ અવિરત કામ માટે દોડે છે કેમકે સંગઠન નુ કામ ટીમ વર્કનું કામ છે આ સંવાદીતતા સાધવામાં બંને પ્રમુખો સફળ રહ્યા છે જે નોંધપાત્ર છે મોટો પરીવાર હોય તેમાં ક્યાંક ખુણે ખાચરે નિષ્ક્રીયતા કે નારાજગી થાય પરંતુ સમયસર સુલઝાવે તે જ સાચા પ્રમુખ કહેવાય ત્યારે જ્યારે જ્યારે આવી બાબતો સામે આવે છે ત્યારે બંને પ્રમુખો સફળ રહ્યા છે

પક્ષના સ્થાનીક સ્વરાજથી માંડી સૌ જન પ્રતિનિધીઓ , ચૂંટાયેલા સૌ, નેતાઓ,હાલારના મંત્રીઓ સૌ ભાજપ પક્ષની પ્રવૃતિ માટે સક્રિય રહી દરેક કાર્યો પ્રચારની પરવાહ કર્યા વગર શોભાવે છે અને સંગઠન સાથે સંકલન સાધે છે આ બધુ જ પક્ષના મુળભૂત સિદ્વાંતો ને સાર્થક કરે છે તે પણ બંને પ્રમુખો દ્વારા અપાતા માન સન્માન જાણકારી સંવાદ વગેરેને આભારી છે જે માટે મહાનગર અને જિલ્લો બંને સફળ રહ્યા છે તે શહેરના  અને ગ્રામ્યના સમગ્ર સંગઠન ટીમ ના એકરૂપતાના સદગુણ ને આભારી છે

 

પક્ષ પ્રમુખ માત્ર તેમના જિલ્લા કે મહાનગર ને જુએ છે તેમ નહી ઉપલા સંગઠન સાથે સુમેળ સાધવો પડે અને ઉપરથી મળતી સુચનાઓનું પાલન કરવું પડે તે વ્યવસ્થીત રીતે પરીણામ લક્ષી બને તે જોવુ પડે છે,સરકારના અને સંગઠનના આદેશ મુજબના કાર્યક્રમો યોજવાના હોય છે ….વગેરે ઘણુ ઘણુ કરવાનું હોય છે તેમાં પણ હાલારના બંને પ્રમુખો સફળ રહ્યા છે  વળી હાલનો સમય દાયકા પહેલાના સમય કરતા અલગ છે દરેક બાબત માં લક્ષ્યાંકને અગ્રતા છે અભિયાનો પણ અવિરત છે તે દરેકમાં સફળતા એ પણ હાલારના  શહેર અને ગ્રામ્ય બંને જિલ્લા પ્રમુખોની યશકલગી છે

જાણતા ઘણુ હોય,સાંભળતા ઘણું હોય,સોર્સ ઘણા હોય,ઇન્ફર્મર બહોળા હોય પરંતુ વાત પચાવવાની કળા યુવાન વયે જ હસ્તગત કરવી એ અઘરૂ છે પરંતુ વિમલભાઇ માટે તે સહેલુ છે. કહે છે ને કે હીરમાં વીટીને કહી દીધુ કે શાનમાં સમજાવી દેવા….  તેમ ઉચીત સમયે ઉચીત વાત કરવી કે ભયસ્થાનો બતાવી દેવા અને સંગઠના વડા છે તે અહેસાસ કરાવવો….અને તે બધુ ખૂબ સરળતાથી….સંવાદીતતાથી થતુ રહેતુ હશે તેવું વિમલભાઇની સફળતા જોતા અનુમાન કરવામાં આવે છે બાકી “……એકલો જાને રે…..” એ સંગઠન ન કહેવાય …..”સૌ ને સાથે રાખવા અને યોગ્યતા મુજબ જવાબદારી સોંપવી ( મેનેજમેન્ટ થીયરી મુજબ …પ્રોપર ડિુસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક પણ ખુબ ઇમ્પોર્ટન્સ ધરાવે છે)તે બધું જ કુશળતાની કસોટી સમાન હોય છે

તેવુ જ રમેશભાઇ મુંગરાનુ પ્રમુખપદ સફળ છે તેમને ગ્રામ્ય વિસ્તારમા કોઠા સુઝ અને નાડ પારખુ નિતીથી આગળ ધપવુ પડે છે પરંતુ અગાવ પણ તેઓ પ્રમુખ રહી ચુક્યા છે ચૂંટણીઓ લડ્યા છે સરકારનો હિસ્સો રહ્યા છે માટે ખૂબ ઘડાયેલા રમેશભાઇ મુંગરા સુસંગઠન સુસંકલન ને સાર્થક કરી રહ્યા છે તેમજ પ્રચાર પ્રસાર માટે યોગ્ય જવાબદારી સોંપી હોય જિલ્લા ભાજપના કાર્યક્રમો મીટીંગો સફળતાઓ મિડીયામાં પ્રસંશનીય રીતે ચમકતા રહે છે

રમેશભાઇ મુંગરાની એક વિશેષતા છે કે તેઓ ઓછુ બોલે પણ કામ વધુ કરે અને જે કામ કરે તે નક્કર કામ કરે વરસોથી તેમની આ દિશાની પ્રગતિ પ્રદેશ સંગઠન ાસને મુખ્યમંત્રી કાર્યાલય સુધી પ્રચલીત છે

આ મૌલીક વિચાર બિંદુ,ઓબ્ઝર્વેશન ના એબસ્ટ્રેક સાથે એક પ્રેસનોટ પણ જોઇ લઇએ

પ્રેસનોટ
______

*ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરની સક્રિય સભ્ય સદસ્યતા અભિયાન કાર્યશાળા યોજાઈ*

ભારતીય જનતા પાર્ટી ના સંવિધાન મુજબ પ્રત્યેક ૬ વર્ષે સદસ્યતા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે, આ તબક્કે દેશ તથા પરદેશમાં રહેતા ભારતીયો ફરીથી સદસ્યતા મેળવે છે. ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક પ્રાથમિક સદસ્યો ને સક્રિય સભ્ય બનવા ની ટક પ્રદાન કરે છે, જે અંતર્ગત નિશ્ચિત સભ્ય નોંધણી પશ્ચાત પ્રાથમિક સદસ્ય – સક્રિય સભ્ય બની પક્ષ માં વિશેષ જવાબદારી નો નિર્વાહ કરી શકે છે. આ અંતર્ગત સદસ્યતા અભિયાન ના બીજા પડાવ અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સક્રિય સદસ્યતાની કામગીરીના પ્રારંભ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી, શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ.
આ તબક્કે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, સક્રિય સદસ્ય અભિયાન ના ઇન્ચાર્જ ભાનુભાઇ મહેતા, સુરેશ વસરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિત શહેર સંગઠનના હોદેદારો, વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

________________
આ લખનારએ
જિલ્લા ભાજપ મીડીયા સેલમાં દાયકાથી વધુ સમય જવાબદારી સંભાળી છે
તેમજ પંચાયત થી માંડી સુધરાઇ ,વિધાનસભા ,લોકસભા ચુંટણી વખતે મીડીયા સંકલન કરેલુ છે

મીડીયા ક્ષેત્રના વડીલો-સિનિયરો પાસેથી શીખતા રહે છે

જુદા જુદા પ્રમુખો,પ્રદેશીક નેતાઓ,પ્રભારીઓ વગેરે સહિત ભાજપ પક્ષના ખૂબ સિનિયરો પાસેથી અવિરત માર્ગદર્શન મેળવ્યુ છે
હજુય હંમેશા શીખવાની ધગશ છે તેમજ રૂટીન ન્યુઝ તો ખરા તેમજ સરવા કાર્યો સંદ્થા પ્રવૃતિઓ વ્યક્તિગત સિદ્ધીઓ બિરદાવવા લાયક કાર્યો….વગેરેને કવરેજમાં સ્થાન આપવાના ઉત્સાહ સાથે સાથે નવા નવા એંગલથી સંકલીત અહેવાલ આપવાની અભ્યાસપુર્ણ અહેવાલો આપવાની પણ એવી જ ઉત્કંઠતા હોય છે (આ પ્રચારનો યુગ છે ક્યારેક આત્મશ્ર્લાઘા કરી લેવી પડે પણ માપસર)

bharat g.bhogayata

b.sc., ll.b., d.n.y.(GAU),journalism(hindi),ind.relation &personal mnmg…………

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!