BHARUCHJHAGADIYA

રાજપારડી ચાર રસ્તા નજીક માર્ગનું પેચવર્ક શરૂ કરતાં વાહન ચાલકોને કઈક અંશે રાહત મળશે

રાજપારડી ચાર રસ્તા નજીક માર્ગનું પેચવર્ક શરૂ કરતાં વાહન ચાલકોને કઈક અંશે રાહત મળશે

 

ઝઘડિયાના ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કરી કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા

 

 

અંકલેશ્વર થી એકતાનગરને જોડતો માર્ગ ખૂબ જ બીસમાર બન્યો છે લોકોની વારંવાર રજૂઆતો કર્યા બાદ તેના પર અલગ અલગ સ્થળે પેચવર્ક ની કામગીરી હાથ ધરવામાં આવી છે, ઝઘડીયા તાલુકાના રાજપારડી માંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ચાર રસ્તા નજીક માર્ગના પેચવર્કનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેના કામનું ધારા સભ્યએ સ્થળ નિરીક્ષણ કરી તાગ મેળવ્યો હતો અને માર્ગનું માર્ગદર્શન કરતા કર્મચારીને જરૂરી સુચનો કર્યા હતા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાથી પસાર થતો એકતા નગર ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની હતી, ચોમાસુ પૂર્ણ થતા આ માર્ગ પર કેટલીક જગ્યા પર પેચવર્કનું કામ તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે જે પેચ વર્કના કામનું નિરીક્ષણ ઝઘડીયા વિધાન સભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું અને જે બાદ ઉપસ્થિત કર્મચારી ને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, આ માર્ગ પર પેચવર્ક કરવામાં આવતા વાહન ચાલકોને ખાડા તેમજ ધૂળ ની ડમરી ઓ થી કંઈક અંશે રાહત મળશે તેમ હાલ તો જણાઈ રહ્યું છે, પરંતુ આ પેચવર્ક કેટલું ટકશે અને એની ગુણવત્તા કેટલી ખરી છે એ તો આવનાર સમયમાં માલુમ પડશે પરંતુ હાલ પૂરતી વાહન ચાલકો ને કંઈક અંશે રાહત થઈ છે

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!