BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ: વડદલા નજીક જુગાર રમતા 5 જુગારી ઝડપાયા, રૂ.11 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ સી ડિવિઝન પોલીસે વડદલા ગામના મજૂર કલ્યાણ કેન્દ્ર પાછળથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ સી ડિવિઝન પોલીસે વડદલા ગામના મજૂર કલ્યાણ કેન્દ્ર પાછળથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.આર.ભરવાડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડદલા ગામના મજૂર કલ્યાણ કેન્દ્ર પાછળ જુગરધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગામના નવી વસાહતમાં રહેતો મુકેશ જેસંગ વસાવા,પ્રવીણ સોમાભાઈ રાઠવા,હસમુખ મકવાણા અને સંદીપ વસાવા તેમજ હિતેન્દ્રસિંહ હઠેસિંહ પરમારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.