નવી આઇસીયુ ઓન વિલ્સ એમ્બ્યુલન્સને લીલી જંડી આપતા મહીસાગર જિલ્લા કલેકટર

મહીસાગર જિલ્લા કલેકટર કચેરી પટાંગણ ખાતે નવી આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સને લીલી ઝંડી આપતા જિલ્લા કલેકટર.
રિપોર્ટર….
અમીન કોઠારી :- મહીસાગર
મહીસાગર જીલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી અને જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સને લીલી ઝંડી આપવામાં આવી હતી અને નાની બાળકી દ્વારા રીબીન કાપી એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરાયું હતું.
મહીસાગર જિલ્લામાં 13 કાર્યરત 108 એમ્બ્યુલન્સની સાથે એક આઈસીયુ ઓન વિલ્સ એમ્બ્યુલન્સ પણ કાર્યરત થશે જેનો લાભ મહીસાગર જીલ્લાને મળશે આ એમ્બ્યુલન્સ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર સી. વી. લટા, જિલ્લા આરોગ્ય અધિકારી, ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર શ્રી બલદેવ રબારી,જિલ્લા સુપરાઈઝર દુષ્યંત પંડ્યા તથા મહીસાગર ૧૦૮ ની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.♥





