
વિજાપુર ટેચાવા ગામે ઉંડા પાણી ના ધરા મા મગરે પગ ખેચી આધેડ ના થયેલ મૃત્યુ બાબતે વન વિભાગ દ્વારા મૃતકના પરિવારને પાંચ લાખનો ચેક અર્પણ કરાયો
ધારા સભ્ય સીજે ચાવડા ના હસ્તે અપાયો ચેક
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ટેચાવા ગામે અઢી માસ પૂર્વે બકાજી ચૌહાણનો મગરે ગામના નદીના ના પાણી ના ઊંડા ધરા પાસે પગ ખેચી જતા મોત નિપજ્યું હતુ તે સમયે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વન વિભાગ ના સરકારી પરિપત્ર મુજબ કોઈ વન્ય પ્રાણી દ્વારા હિંસક હુમલો મા મનુષ્ય નો મોત થયા તો તેના પરીવાર જનો ને સરકારી સહાય આપવા મા આવે છે તે અનુસંધાન મા મૃતક ના પરીવાર ને સરકારી સહાય ના રૂપિયા પાંચ લાખ મંજૂર કરવા મા આવ્યા હતા જનો ચેક ધારાસભ્ય સીજે ચાવડા ના હસ્તે આર ઓ એફ લીલા બેન ચૌધરી અને રજની ભાઈ પંચોલી સહીત વન વિભાગ ના કર્મચારીઓ તેમજ જીલ્લા સદસ્ય હર્ષદ પટેલ તેમજ હિતેન્દ્રસિંહ પરમાર સહીત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.




