Rajkot: દર્દીઓ માટે દેવદૂત સમી ૧૦૮ એમ્યુલન્સ સેવા બની પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ

તા.૨૩/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
બેભાન અવસ્થામાં રહેલા દર્દીના રૂપિયા એક લાખથી વધુનો સામાન અને રોકડ પરિવારને કર્યો પરત
Rajkot: રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની હરહંમેશ દરકાર કરે છે. અને તેથી જ ૧૦૮ એમ્યુલન્સ સેવાઓ નાગરિકોને વિના. મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ૧૦૮ ઈમરજન્સી સેવાઓ આપાતકાલીન પરિસ્થિતિમાં અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચીને દેવદૂત સમાન અવિરત કામ કરે છે.
૪૫ વર્ષીય શ્રી રાજુભાઈ નવલભાઈ કુંભલા મોટર સાયકલ ચલાવતા હતા ત્યારે તેમને અકસ્માત થતાં રાજકોટની ૧૦૮ એમ્યુલન્સ ટીમના ઈ.એમ.ટી. શ્રી ભાવેશભાઈ વાઢેર અને પાઇલોટ શ્રી મયુરભાઈ ગોહિલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. શ્રી કુંભલાના માથા પર ઈજા પહોંચી અને તેઓને બેભાન અવસ્થામાં જ તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી હતી.
વધુમાં તેઓની ઓળખ માટે ૧૦૮ ટીમે તપાસ કરતાં તેમની પાસેથી ૦૧ મોબાઈલ ફોન રૂ. ૩૫૦૦૦/-, તેઓના હાથમાં પહેરેલ સોનાની બે વીંટી રૂ. ૧,૫૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૬૦૦૦/- મળી આવેલ જેમની કુલ અંદાજિત રૂ. ૧,૯૧,૦૦૦/-ની થતુ હતી. ૧૦૮ ટીમે તેઓના ભાઈ શ્રી હિતેન્દ્રભાઈ નવલભાઈ કુંભલાને સંપર્ક તમામ સમાન અને રોકડ પરત આપી હતી.
આમ, ૧૦૮ ઈમરજન્સી સેવાઓએ દર્દીઓ માટે દેવદૂત બનવા ઉપરાંત પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.



