GUJARATIDARSABARKANTHA

ઇડર નગરપાલિકા ચૂંટણી અગાઉ કોંગ્રેસે નવા પ્રમુખની વરણી કરી…

ભાજપ શાસતિ રહેતી પાલિકાને સર કરવા જીતુ પંચાલને જવાબદારીઓ સોંપાઈ...

સાબરકાંઠા…

ઇડર નગરપાલિકા ચૂંટણી અગાઉ કોંગ્રેસે નવા પ્રમુખની વરણી કરી…

ભાજપ શાસતિ રહેતી પાલિકાને સર કરવા જીતુ પંચાલને જવાબદારીઓ સોંપાઈ…

તસ્વીર:-

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના નવીન પ્રમુખ તરીકે જીતુ પંચાલને જવાબદારીઓ સોંપાવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે સ્થાનિક આગેવાન જીતુભાઈ પંચાલની ટીમને મેદાને ઉતારવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી વહીવટદાર શાસન તરીકે ચાલતી પાલિકા મા આગામી સમયમાં ચૂંટણીની જાહેરાત થવાની શકયતાઓ વર્તાઈ રહી છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ઇડર નગરપાલિકા મા ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે જે પરિવર્તન લાવી આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો લહેરાવવા માટે કૉંગ્રેસે વધુ એક જવાબદાર વ્યક્તિને પ્રમુખ તરીકેની જવાબદારીઓ સોંપી છે. ત્યારે ભાજપના ગઢ માંથી ભાજપને પરાજય આપી કોંગ્રેસનું શાસન મેળવવા માટે થઈ નવીન પ્રમુખ સહીત સમગ્ર ટીમ માટે ચૂંટણીની લડત ખૂબ મહત્વની બની રહેશે. જોકે હાલના સમયે શક્તિ પ્રદશન સાથે કૉંગ્રેસે નવીન પ્રમુખ મંત્રી સહિત ટીમને નવી જવાબદારીઓ સોંપી વિશ્વાસ મૂક્યો છે. ઈડર ટાઉન હોલ ખાતે યોજાયેલ શપથગ્રહણ કાર્યકમમાં ઉત્તર ગુજરાત કોંગ્રેસ પ્રભારી શુભાષીની યાદવ, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી, રામભાઇ સોલંકી, રાજેન્દ્રસિંહ કુંપાવત, એકતાબેન પટેલ, રતનબેન સુતરીયા, જશુભાઇ પટેલ, વિમલસિંહ પરમાર, રાકેશ પરમાર, છગન વણઝારા, પ્રિયવર્ધન પટેલ, સહિતના હોદેદારો આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!