
ઊંઝા દાસજ રોડ ઉપર એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો રૂ.3,20,320 નો દારૂ જડપી પાડયો બે ઈસમો ની અટકાયત કરી
પાંચ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઊંઝા દાસજ રોડ ઉપર એલસીબી પોલીસે ખાનગી બાતમી ના આધારે વોચ ગોઠવી રૂપિયા 3,20,320/- નો વિદેશી દારૂની બોટલો ઝડપી કુલ રૂપિયા 8,30,320/- મુદ્દામાલ જપ્ત કરી પાંચ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના આદેશ મુજબ ઊંઝા પોલીસ મથક ના હદ વિસ્તાર માં એલસીબી પોલીસ પેટ્રોલીંગ મા હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે ઊંઝા દાસજ રોડ ઉપર મહેન્દ્ર એક્સવ્યું કાર મા વિદેશી દારૂ નો જથ્થો જઈ રહ્યો છે. પોલીસે બાતમી મુજબ વોચ ગોઠવી કાર ની તપાસ કરી વિદેશી દારૂ ની બોટલો ની 60 પેટી રૂપિયા 3,20,320/- નો માલ ઝડપી કાર મોબાઈલ સાથે રૂપિયા 8,30,320/- નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો વર્દી ચંદ ડાંગી તેમજ મહેશજી ઠાકોર ને ઝડપી કાર નો પાયલોટીંગ કરનાર બે ઈસમો મીતેશજી ઠાકોર અને જ્યેશજી ઠાકોર તેમજ માલ મોકલનાર મનોહર સિંહ રાજપૂત સહિત પાંચ સામે ગુનો નોંધી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



