MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શક્ત શનાળા ખાતે કાલે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

MORBI:મોરબીના શક્ત શનાળા ખાતે કાલે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

 

 

સવારે મામાદેવનું મહાપૂજન,યજ્ઞ, મહાપ્રસાદ, અને ભવ્ય ડાક ડમરૂ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબીઃ શક્ત શનાળાના ઉમિયાનગર સોસાયટી ખાતે આગામી તારીખ 25 ઓક્ટોબરને શુક્રવારેના રોજ રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાનાર છે.

જેમાં 25 ઓક્ટોબરે સવારે 9 કલાકે મામાદેવનું મહાપૂજન થશે. સાંજે 6 કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 9 કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને ચાંદલીયાવાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ હાજરી આપશે. ડાક ડમરુના કાર્યક્રમમાં રાવળદેવ ભવદીપભાઈ રાવલ તથા સાથી ગ્રુપ આ નવરંગા માંડવાની શોભા વધારશે. આ નવરંગા માંડવામાં વિવિધ પંચના ભુવા પણ હાજરી આપશે. તો રંગીલા મામાદેવના આ નવરંગા માંડવામાં પધારવા માટે પ્રવિણભાઈ માંડણભાઈ બારોટે સૌને આમંત્રણ પાઠવ્યું છે.

Back to top button
error: Content is protected !!