GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) માળિયાના નીરૂબેનનગર ગામના પાટિયા પાસે ટ્રકના ચાલકે રાહદારીને ઠોકર મારતા મૃત્યુ નીપજ્યું
માળિયાના નીરૂબેનનગર ગામના પાટિયા પાસે ટ્રકના ચાલકે રાહદારીને ઠોકર અમરતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના પીપળીયા ગામે રહેતા પુજાબેન વસંતભાઈ દેલવાણીયા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યો ટ્રક ચાલક પુર ઝડપે ટ્રક ચલાવીને જતો હોય દરમિયાન નીરૂબેનનગર ગામના પાટિયા પાસે ચાલીને જતા વસંતભાઈ કાનાભાઈ દેલવાણીયાને ઠોકર મારતા તેને છાતીના ભાગે તથા ડાબા પગમાં સાથળના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે