BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: નલશે જલ યોજનાની વિજિલિયન્સ તપાસ કરવાની માંગ સાથે ભરૂચ આપનું કલેક્ટરને આવેદન


સમીર પટેલ, ભરૂચ

નળ મૂકવાની કામગીરી તો પૂર્ણ થઇ પણ પાણી આપવાની વ્યવસ્થા નહીં

વાસમો અંતર્ગત પૂર્ણ થયેલ નલશે જલ યોજના ની વિજિલિયન્સ ની તપાસ કરવાની માગ સાથે ભરૂચ આપ થકી કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં નલ સે જલ યોજના પાણી પુરવઠા અને જાહેર આરોગ્ય ગટર વ્યવસ્થા બોર્ડ ગુજરાત થકી વાસ્મો તથા વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી બનાવીને અમલીકરણ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય જલ જીવન મિશન થકી મંજુર કરાયેલી રાજ્યની તમામ ગ્રામીણ યોજના ની કામગીરી પૂર્ણ થયા નો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આદિવાસી વિસ્તારોમાં પણ પાણી પુરવઠા ની યોજના સહીત 5550 કરોડ ના ચૂકવણા સાથે કામગીરી પૂર્ણનાં દાવા કરવામાં આવે છે. પણ વસતાવમાં પાણી આપવાની સુવિધા કરાય નથી. દરેક ઘરે નળ ની કામગીરી તો પૂર્ણ થઇ ગઈ છે, પરંતુ, હલકી કક્ષા ની પાઈપ લાઈન, જૂની પાઈપ લાઈનમાં કનેકશનો કે બોર, કુવા, તળાવ,નદી સંપ માંથી, પાણી ઘર-ઘર સુધી પહોંચાડવા ઓપરેટ કરવાની વ્યવસ્થા માટે સમિતિ ન હોવાથી આજે પણ નળ માંથી પાણી આવતું નથી. ત્યારે એજન્સીઓ દ્રારા વાસ્મો, વિલેજ કમિટી ને સાથે રાખી ને ખોટા બીલો પાસ કરાવી લીધેલ છે. યોજના પૂર્ણ બતાવી ને સરકારી નાણા ની ઉચાપત કરવામાં આવી છે. જેથી આદિવાસી વિસ્તારોના તમામ જિલ્લાઓમાં નલ સે જલ યોજના ની કામગીરી ની વિજીલન્સ ટીમ થકી તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ, એજન્સીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!