Jetpur: જેતપુર પોલીસે દેરડી રોડ પર દારૂનું કટિંગ થાય એ પેહલા જ દારૂના જથ્થા ને ઝડપી લીધો, બે શખ્સોને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી

તા.૨૬/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: જેતપુર શહેરમાં દિવાળીના તેહવાર આવતા બૂટલેગરો સક્રિય થયા હોય અને દારૂના પ્યાસીઓની પ્યાસ બુઝાવવા દારૂના જથ્થા મંગાવતા હોય ત્યારે ગત રાત્રીના સિટી પોલીસે દેરડી રોડ પર અજય ડાઈંગ પાછળ દારૂના જથ્થાનું કટિંગ થાય એ પેહલા જ રેડ કરી દારૂની બોટલો નંગ-૨૦૪ તથા બીયર ટીન નંગ-૩૫ બે મોટર સાઇકલ મળી કુલ કિ.રૂ.૧,૬૯,૪૮૦/- નો મુદામાલ ઝડપી રાત્રીના અંધારામાં નાસી જનાર બે આરોપીઓ વિરૂધ્ધ ગુની દાખલ કરી ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જેતપુર સિટી પી.આઇ. એ.ડી.પરમાર સાહેબ સ્ટાફ સાથે ગત રાત્રીના કોમ્બીંગ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારાને ચોક્કસ અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ખાનગીરાહે હકિકત મળેલ કે જેતપુર, દેરડી રોડ અજય ડાઇંગના પાછળના ભાગમા વોકળાના કાંઠે પરાગ સિંધી તથા યુનુસ ફકિર, બન્ને રહે-જેતપુર વાળા ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરે છે જેથી તુરંત જ હકિકત વાળી જગ્યાએ રેઈડ કરતા, સદર જગ્યા અવાવરૂ હોય, રાત્રીના સમયે વાહનની લાઈટમાં બન્ને શખ્સો પોલીસને જોઈને નાસી ગયા હતા સ્થળ પરની જગ્યા થી રેડ દરમિયાન ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૦૪ તથા બીયર ટીન નંગ-૩૫, કિ.રૂ.૧,૧૯,૪૮૦/- નો તથા મોટર સાયકલ નંગ-૨ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૬૯,૪૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી નાસી જનાર (૧) પરાગ હરકિશનભાઇ સિંધી, રહે.જેતપુર, ધોરાજી રોડ, નયન પાર્ક (૨) યુનુસ ઉર્ફે કટારિયો યાસીનભાઇ ફકીર, રહે,જેતપુર, ગોંદરા વિસ્તાર, ફકીરવા બન્ને શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.




