૬૦ ફુટ ઊંડા કુવામાં રાત્રે અરાઈ રખડતા ઢોર ગાય કુવામાં પડી

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજરોજ તા ૨૭/૧૦/૨૦૨૪ ને રવિવારના રોજ તલોદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ઉજેડીયા ગામથી હાઇવે ઉપર આવેલા રતનસિંહ અશોકસિંહ ના ૬૦ ફુટ ઊંડા કુવામાં રાત્રે અરાઈ રખડતા ઢોર ગાય કુવામાં પડેલ છે તેવા સમાચાર ઉજેડીયા ગામના નવ યુવાન સરપંચ અને ભારતીય કિસાન સંઘના યુવા પ્રમુખ એવા ચિનુસિંહને ગાય કુવામાં પડી છે તેવા સમાચાર મળતાં તેમણે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ કોદરભાઈ ને ફોન કરતાં તાત્કાલિક તેમણે ક્રેન મોકલી અને ગાયને કૂવામાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ રીતે જીવ દયા પ્રેમી નીં સેવા બજાવી ને ગાય ને જીવતી બહાર કાઢી હતી જીવતી ગાય બહાર નીકળી તેથી ગામમાંથી આવેલ દરેક ખેડૂત ખાતેદારોએ રાહતનો દમ લીધો હતો અને ઉજેડીયા ગામના સરપંચ શ્રી અને ભારતીય કિસાન સંઘના યુવા પ્રમુખ શ્રી ચિનુસિહે જે કુવામાં ગાય પડી હતી અને જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી અને જીવતી ગાય બહાર કાઢી તે બદલ યુવાન સરપંચ અને ચિનુસિહ નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને આવા કિસાન સંઘના યુવા યુવાન ચીનુસિહે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ પટેલ નીં રાહબરી હેઠળ જે કાર્ય કર્યું અને સલામત રીતે ગાય ને બહાર કાઢી છે





