
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર
જય ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર વિધવા માતાઓ તથા વૃદ્ધો ને કરિયાણા કીટ તથા મીઠાઇ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો
ગત રોજ વડનગર જય ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમ થી વડનગર હાટકેશ્વર મહાદેવ દાદા ના મંદિરે નિરાધાર વિધવા માતાઓ તથા વૃદ્ધો ને દિવાળી ના અવસર પ્રસંગે 185 કરિયાણા કીટ તથા મીઠાઇ વિતરણ નો ખુબજ સુંદર રીતે ગોઠવવામાં આવ્યો,અને સફળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંત શ્રી છગનદાસ મહારાજ તથા સંત શ્રી પ્રવિણ રામ મહારાજ લીંચ આ બે મહાત્માઓ ના આશીર્વાદ થી કાર્યક્રમ સફળ રહ્યો હતો જય ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ પરમાર ઉપ પ્રમુખ શ્રી અશોકસિંહ વાઘેલા તથા મંત્રી શ્રી અર્જુનસિંહ તથા મહેન્દ્રસિંહ શિક્ષક શ્રી (MI નદિઓળ) કાનાજી ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી વડનગર નગર પાલિકા ઠાકોર મહેન્દ્રસિંહ બાબુજી સુલતાનપુરા માનસિંહ છાબલિયા રજુજી વકીલ શ્રી અજીતસિંહ પુદગામ રણજિતસિંહ કંકુપુરા તથા સામાજિક આગેવાનો તથા યુવા દોસ્તોના અને દાતાઓ ના સાથ સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
નામી અનામી દાતાઓ દ્રારા આ સેવા યજ્ઞ માં એક રૂપિયા થી હજારો નુ દાન કરનાર અને આયોજન પ્રસંગે પોતાની સેવા આપનાર તમામ ને ખુબ ખુબ અભિનંદન પણ આયોજકો દ્રારા પાઠવવામાં આવ્યા હતા.
આજ દિન સુધી આટલા સમય ગાળામાં જય ભવાની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ,મંત્રી અને સમગ્ર કારોબારી વિધવા અને વૃધ્ધ ની મદદ માં સહભાગી બન્યું. આ ટ્રસ્ટ દ્રારા સારામાં સારી કરિયાણાની કીટ આપવામાં આવી જે કિટમાં 1 મહિનો ચાલે તેવું કરિયાણુ હતું અને સાથે સાથે મોં મીઠું કરવા માટે દિવાળી ટાણે મીઠાઈ પણ આપવામાં આવી હતી.






