GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શનાળા ગામ નજીક કર પલટી મારી જતા યુવાનનું મૃત્યુ નિપજયું

MORBI:મોરબીના શનાળા ગામ નજીક કર પલટી મારી જતા યુવાનનું મૃત્યુ નિપજયું

 

 

શનાળા ગામ નજીકથી ૧૯ વર્ષીય યુવાન કાર લઈને મોરબી આવતો હોય ત્યારે શનાળા ગામ નજીક કર પલટી મારી જતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ટંકારાના કલ્યાણપર ગામના રહેવાસી સાવન સુરેશભાઈ સવસાણી (ઉ.વ.૧૯) નામના યુવાન તા. ૦૮-૧૦ ના રોજ રાત્રીના ટંકારાથી મોરબી ક્રેટા કર જીજે ૩૬ એસી ૧૮૧૯ લઈને આવતા હોય ત્યારે શકત શનાળા ગામ નજીક બનતી મેડીકલ કોઇલ્જ પાસે કોઈ કારણોસર ગાડી પલટી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન યુવાનનું મોત થયું છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!