સંતરામપુરમાં ધમધમી રહ્યાં છે દારૂ જુગારના અડ્ડાઓ??!!

સંતરામપુરમા ધમધમી રહ્યા છે દારૂ જુગારના અડ્ડાઓ…
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર નગરમાં બુટલેગરો બેફામ બની ગયા છે જાહેરમાં મોટરસાયકલ ઉપર પાણીના કેનની અંદર તેમજ ટોબેકોના થેલાઓમાં પણ મોટા પાયે દારૂનો વેપાર ફુલ્યો ફાલ્યો છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સંતરામપુર નગરના બસ સ્ટેશન પાછળ ની વસ્તી માં રહેતા (મહેશ કુમાર સોની) નામના વ્યક્તિ ધ્વરા જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ યુનિયન બેંકના ખાચામાં થઈને સત્યપ્રકાશ સોસાયટીના પાછળના ભાગમાં દારૂનો અડ્ડો ચલાવે છે અને એ વ્યક્તિ ખૂબ જ મોટા પાયે દારૂનો વેપાર કરે છે જે વસ્તુ સંતરામપુર પોલીસ થી અજાણ હોઈ શકે નહીં આવા અનેક સવાલો પ્રજાના મનમાં ઉદ્ભવી રહ્યા છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, સંતરામપુર નગરની આજુબાજુના વિસ્તારમાં દારૂ અને જુગારની બધી મોટાપાયે ફૂલી ખાલી છે જેને લઈને કેટલાક યુવાનો તેમજ મજૂર વર્ગના લોકો વ્યસનની બની ગયા છે અને તેઓ જાહેરમાં પણ દારૂનું સેવન કરીને ગાળા ગાડી કરતાં પસાર થતા હોય છે, ત્યારે પ્રજામાં ફેલાતા દુષણને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કડક બને અને જે લોકો ગેરકાનુંની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જુગાર અને દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમનો મુદ્દા માલ કબજે લઈને તેમને જેલ ભેગા કરવામાં આવે તેવી લોકોમાં જોરથી ચર્ચાઓ ચાલી રહી છે.



