દાહોદ બસ સ્ટેશન પાસે એક યુવતી બિમાર સગીરાની સારવાર કરાવી પરિવાર ને સોંપતા અભયમ દાહોદ
AJAY SANSIOctober 27, 2024Last Updated: October 27, 2024
12 1 minute read
તા. ૨૭.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બસ સ્ટેશન પાસે એક યુવતી બિમાર સગીરાની સારવાર કરાવી પરિવાર ને સોંપતા અભયમ દાહોદ
દાહોદ બસ સ્ટેશન પાસે એક યુવતી બે ત્રણ દિવસ થી ફરી રહી છે તેને મદદ કરવા એક ત્રાહિત વ્યકિત a ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરતા અભયમ ટીમ દાહોદ સ્થળ પર પહોચી સગીરા સાથે વાતચીત કરતા. જનાઇ આવ્યું કે તે માનસિક અને શારિરીક રીતે બીમાર છે વાતચીત દરમિયાન તેની તબિયત લથડતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલીક ઝાયડસ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ મોડાસા બાજુ ના ગામ ની સગીરા જે ૧૭ વર્ષ ની છે જે ઘરકામ બાબતે માતા સાથે બોલાચાલી થતાં ઘરે થી નીકળી ગયેલા અને દાહોદ બસ સ્ટેશન માં બે ત્રણ દિવસ થી રહેતા હતાં. તેની સાથે આત્મીયતા થી અને મદદ કરીશું તેમ જણાવી તેના પપ્પા નો મોબાઈલ નંબર મેળવ્યો હતો જેઓ ની સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે અમારી જ દિકરી છે અને અમો શોધખોળ કરીએ છીએ અમે મોડાસા થી આવી એ ત્યાં સુઘી તમારી પાસે રાખશો. તેની બીમારી વિષે પૂછતા તેઓ એ જણાવેલ કે તેને સુગર અને માનસિક બીમારી છે જેની સારવાર ચાલે છે દરરોજ ત્રણ ટાઈમ દવા લેવાની હૉય છે છેલ્લા ચાર દિવસ થી તેણે દવા લીધેલ નથી . સગીરાની તબિયત બગડતાં તેને સારવાર અપાવવામાં આવી હતી. સગીરા ના પરિવાર જનો આવી જતા તેમની દિકરી ની સોંપણી કરી હતી.પોતાની દિકરી હેમખેમ મળતા તેઓ એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો
«
Prev
1
/
90
Next
»
પોલીસ અને સરકારનો ડર છોડો અને પોતાના માટે બોલો : ગોપાલ ઇટાલીયા
ગૃહ મંત્રી દારૂ અને ડ્રગ્સ અંગે કાર્યવાહી કરવા માંગતા હોય તો સર્વ પક્ષીય મીટીંગ બોલાવો : ગોપાલ ઇટાલી
દારૂના દુષણને ડામવા મોરબી કોંગ્રેસે 70 બુટલેગરના નામ સાથે પોલીસ અધિક્ષકને આયોજનપત્ર પાઠવ્યું.
«
Prev
1
/
90
Next
»
AJAY SANSIOctober 27, 2024Last Updated: October 27, 2024