GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે રાજકોટ ખાતે તા.૨૯ના યોજાશે ‘રન ફોર યુનિટી’

તા.૨૮/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: તા. ૩૧ ઓક્ટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજકોટ ખાતે તા.૨૯ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ સ્ટેચ્યુ, બહુમાળી ભવન થી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજકોટની જનતાને ઉમંગભેર ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.



